SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ “જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ?xxx (૭પ૩-૫૪-પત્રાંક) શ્રી શાન્તિનાથ સ્વામી સ્તવન “પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદ-ઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતાં થતાં આનંદઘન બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઈચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિદન દીઠાં તે સંક્ષેપ ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે. xxxxx હે સખી ! બીજા તીર્થકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે, જોઉં છું, તો અજિત એટલે મારા જેવા નિર્બળવૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. “પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજીત અજીત ગુણધામ” xxx અર્થાત્ ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવો નથી.xxx” (પત્રાંક-૭૫૩) – આ સર્વ સ્વયં-સ્પષ્ટ વ્યાખ્યાઓ જિજ્ઞાસુને માટે પરમ ચિંતનીય છે. – પ્ર. મોરબી, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૫ શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે :‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો એનો અર્થ શું? જેમ યોગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો તરતમ વાસના રે’નો અર્થ થાય છે, અર્થાત્ કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો; કષાય-યુક્ત બોધ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થ બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ! એવો વાસિતબોધ બાધારૂપ છે તે મારે નથી જોઈતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરૂષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે. તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ! જે તારો છે તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. મહાયોગી આનંદઘનજી પરત્વે શ્રીમદ્ રાજચંદ્રજી ૧૨
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy