SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મપ્રત્યયયોગ્ય બુધ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે, એવા સર્વ પ્રકારના દુષમયોગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે, અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે.” (પત્રાંક-૪૫૩) સિધ્ધાંતજ્ઞાન : કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિધ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું.” (પત્રાંક-૫૮૩) “પપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યાં કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગે પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે.? (અપાર સંસાર સમુદ્રતારક સદ્ધર્મ નિષ્કારણ કરુણાથી ઉપદેશક) (પત્રાંક-૬૦૦)” (જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર કરતો સોભાગભાઈ પર પત્ર) વીતરાગ સ્તવના : શ્રી ઋષભજિન સ્તવન : “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ. ૧” “જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુધ્ધ ચૈતન્ય સ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેથી તેનો હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પોતાની શ્રધ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે હે સખી ! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. xxxxx ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય.” અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરુપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ઠ-ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષહ સહન કરે છે. xxxxx “તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કઇ સેવે, તો પણ તે ભગવાનને પામે નહીં.”xxxxx ૧૩૬ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy