SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ “મારો માર્ગ ક્યાં? મારો માર્ગ ક્યાં ?” - અને થયો એ ઘટસ્ફોટ... મળ્યો આ મહાપ્રશ્નનો મહાઉત્તર, તત્કાળ પ્રકટેલી એક આકાશવાણી દ્વારા : આ રહ્યો તારો માર્ગ ! જા, સિધ્ધભૂમિમાં જા !.. શરીરને વૃક્ષતળે વૃક્ષવતું રાખીને સ્વરુપસ્થ બનીને રહી જા ... ” અને બસ. પછી તો કહેવું શું? મન મસ્ત થયું પછી શું બોલે ? સર્વપ્રદેશી આત્માનો આનંદસાગર આત્માનંદના હિલોળા લેવા લાગ્યો. આ અનુભવગમ્ય જ્ઞાનાનંદ લૂલા-લંગડા એવા શબ્દોમાં બંધાઈને થોડો જ વ્યક્ત થવાનો હતો?... શબ્દો વર્ણનમાં ઓછા પડ્યા. કેવળ અકથ્ય અનુભૂતિ રહી ગઈ જૂને છે ગુડ' સમાન ! ઠીક જ કહ્યું હતું ને પરમકૃપાળુદેવે - “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો ! તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે, અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો !” (અપૂર્વ અવસર) અહીં શબ્દાતીત અનુભવ-સંપ્રાપ્ત યુવાન મૂળજીભાઈને, પૂર્વ પ્રયોગવશ પ્રાપ્ત’ અનુભવાનંદની અભિવ્યક્તિ અકથ્ય જણાઈ. આ છતાં પછીથી અનેક પૃચ્છકો અને જિજ્ઞાસુઓના સમાધાન માટે તેમને ક્યાંક ક્યાંક, કોઈક સંદર્ભમાં પ્રત્યુત્તરોમાં કહેવું પડ્યું, જેમ કે અતિ-જિજ્ઞાસુ વિદુષી સાધિકા સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી પ્રતિ લિખિત 28-2-1970નો તેમનો આ સંક્ષિપ્ત પત્રોત્તર : “આ વૈયક્તિક પ્રશ્નના સ્વલ્પ ઉત્તર સિવાય અધિક લખવાનો સમય અને વૃત્તિ નથી. આ દેહધારીને આગારવાસમાં વસતાં મોહમયી નગરી ભાતબજાર સ્થિત ગોદામમાં વિના પ્રયાસે ૧૯ વર્ષની વયે સમાધિસ્થિતિ થઈ ગઈ. તેમાં વિશ્વનું યૂલરૂપેણ અવભાસન થયું. ભરતક્ષેત્રના સાધકોની દયનીય દશા જોઈ. પોતાના પૂર્વસંસ્કાર સ્મૃતિમાં ઊભરાઈ આવ્યાં. તેના પછી બધ્ધથી મુક્ત સર્વ આત્માઓને નીચેથી ઉપર સુધી જોયાં.. જે દર્શન પૂર્વસંસ્કારવિહીનોને પર્યક્રભેદન દ્વારા સંભવ થાય છે તે અનાયાસ થયું. તેથી જાણી શકાયું કે પૂર્વભવોમાં ચક્રભેદન કરીને જ આ આત્માનું આ ક્ષેત્રમાં આવવાનું થયું છે. વર્તમાનમાં તો સ્વરુપાનુસંધાન જ તેનું સાધન છે. અધિક શું લખું?” (સદ્ગુરુ પત્રધારા : શ્રી સહજાનંદઘન ગુરુગાથા પૃ. ૧૨૨) આગારવાસમાં યુવાવસ્થામાં આત્મસમાધિનો આ અદ્ભુત, અભૂતપૂર્વ, અલૌકિક આનંદાનુભવ મૂળજીભાઈને “યુવાવસ્થાના સર્વસંગ-પરિત્યાગ” દ્વારા અણગારવાસી ૧૧૬ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy