SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આ સારુંયે શાંત ચિત્તે ચૂપચાપ સહી રહેલા મૂળજીભાઈના અંદર પ્રશ્ન-ચિંતનની પરંપરા જાગી ઊઠી : “શું સંસારીજનોના આવા જ આરોપ-પ્રતિભાવ... ? સંસારનું આવું જ સ્વરૂપ ? સારા યે સંસારીઓ આમ જ વહી જઈ રહ્યાં છે ?... આ બધાંની વચ્ચે હું ક્યાં છું અને કોણ છું ? હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” આ સ્વ-વિચારમાં ડૂબતાં ડૂબતાં તેઓ અંતરઊંડાણને ‘હરે પાની પૈત યે ।' આ અંતર-શોધ જ્વાળાનું પરિણામ હતું – તેમના દેહભાનનું છૂટી જવું... લાગી ગઈ એક ભાવ-સમાધિ, સહજ સમાધિ ! થવા લાગી એક અસામાન્ય, અલૌકિક, અશબ્દ અનુભૂતિ... પ્રગટ્યો અંતરે નિર્મળ જ્ઞાનપ્રકાશ... અને અને જ્ઞાનના એ આલોકમાં તેમને સ્પષ્ટ દર્શન થયું લોકાલોકનું, લોકસ્વરૂપનું, વર્તમાન વિશ્વનું, ભરતક્ષેત્રના આત્મસમાધિ-મૂળ માર્ગને ભૂલીને ભટકી ગયેલા સાધુ-સંતો-શ્રાવકોગૃહસ્થો-સર્વનું અને સ્વયંનું પણ ! પોતાના આ શબ્દાતીત અનુભવનું વર્ણન કરવાને તેમને શબ્દો હાથે લાગતા નથી... જેમ તેમ કરીને થોડા શબ્દોમાં તેઓ સ્વયં લખે છે – ... “એક ઉત્તમ ક્ષણે એક અકથ્ય નિમિત્ત પામીને ભવાંતરના અભ્યાસ સંસ્કારને કારણે ગોદામના એકાંત ભાગમાં સ્વવિચારમાં બેઠા બેઠા દેહભાન છૂટીને સહજ સમાધિ સ્થિતિ થઈ ગઈ. એ દશામાં... જ્ઞાનની નિર્મળતાને કારણે આ દુ:ખી દુનિયાનું ભાસન થયું. તેમાં ભરતક્ષેત્રનાં ગૃહસ્થજનોની તો વાત જ શી, સાધુ-સંત પણ આત્મસમાધિમાર્ગથી લાખો યોજન દૂર ભટકી ગયેલા દેખાયા... !' આ તો થઈ અન્યોના દર્શનની, વર્તમાન વિશ્વના દર્શનની વાત, પરંતુ પોતાની ? ... સ્વયં પોતાની દશાનું પણ પ્રામાણિક દર્શન, આકલન, આલેખન, નિરીક્ષણ કરતાં તેઓ સ્પષ્ટ લખે છે : “આ આત્મા પણ પૂર્વે આરાધિત સમાધિમાર્ગથી વિચ્છિન્ન પડી ગયેલ દેખાયો !’’ વિશ્વદર્શન-આત્મદર્શનની આ અપ્રમત્ત દશામાં તત્ક્ષણ જ તેમની આત્મશોધનની પ્રશ્ન-પરંપરા વધુ આગળ સ્ફુરિત થતી ચાલી નીકળી કે, “તો હવે મારો માર્ગ ? ક્યાં જવું છે મારે ?” જેના પ્રત્યુત્તરમાં અદ્ભુત, અપૂર્વ અનુભૂતિનો એવો એક ઘટસ્ફોટ થનાર છે એવા આ મહાપ્રશ્નને સ્વયં જ ઊઠાવતાં આ અનુભવના અંતમાં તેઓ લખેપૂછે છે : કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ૧૧૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy