SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગુરુગમ’ - સુગુરુગમ - વિના શ્રીમદ્ભુની મહાવિદેહી દશામાંથી અખંડ આત્મજ્ઞાન ધારામાંથી નિષ્પન્ન એવું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું પરિસર્જન આપણે યથાતથ્ય સમજી અને મૂલવી નહીં શકીએ. અનેક પૂર્વજન્મોની, પુરુષ પુરાણ પરમગુરુઓની નિશ્રાની સાધનાંતે શ્રીમદ્ભુનું આ કાળમાં જન્મવું એ શું સૂચવે છે ? સહજાનંદઘનજીના શબ્દોમાં એ એક ‘અચ્છેરા’ રૂપ જ ઘટના નથી ? ફરી વિચારીએ કે શ્રી સિધ્ધાચલજીની યાત્રાના મહાદિને અને કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના પણ કાર્તિક પૂર્ણિમાના શુભ જન્મદિને - એ ‘પૂર્ણાતિથિએ’ શ્રીમદ્જીનું જન્મવું એ ય શું સંકેત કરે છે ? આવી એક પરમ પાવન પૂર્ણાતિથિએ દેહજન્મ ધારણ કરીને અને માત્ર ૩૩ વર્ષની વયે મહાસર્જનો પૂર્ણપણે સંપન્ન કરીને અનેકોની આત્મજ્યોત પ્રગટાવીને પુનઃ એક પૂર્ણાતિથિએ જ - ચૈત્ર વદી પંચમીએ-મહાપ્રયાણ કરી ‘એક દેહ ધારી સ્વરૂપ સ્વદેશ' જવા પ્રસ્થાન કરી જવું એ તેમની પૂર્ણતા ભણીની ગતિનું જ ઘોતક છે. પૂર્ણતા ભણી, મોક્ષભણી ધસમસતા વેગે ગતિ કરી રહેલા આ પરમપુરુષનું ‘આત્મામાં લીન થઉં છું’ એ શબ્દો પછીનું મહાસમાધિપૂર્વકનું સમાધિમરણ એમની આ જન્મની મહાવિદેહી દશાના પ્રતિફલનરૂપ મહાવિદેહ ક્ષેત્રે જ એ શેષ એક જન્મ ધારણ કરવા ઘટિત થયું......! આ સર્વની અનુચિંતના તેમના બીજકેવળીપણામાંય પૂર્ણ કેવળજ્ઞાન પામવા મહાક્ષેત્રે શ્રી સીમંધર પ્રભુની જ મહાનિશ્રામાં પહોંચવાનો સંકેત કરે છે. અનેક ઋષભાદિ-પાર્શ્વનાથાદિ પુરાણ પુરુષોની પરમનિશ્રાઓના અંતે પ્રભુ મહાવીરના ચરણોની ૨૫૦૦ વર્ષ પૂર્વની અંતિમ નિશ્રા અને આ સુદીર્ઘયાત્રાને અંતે વર્તમાને વિહરમાન પ્રભુ સીમંધર ભગવાનની નિશ્રામાં કેવળજ્ઞાની બની તેમની પર્ષદામાં બિરાજવાની શ્રીમદ્ભુના મહાજીવનની સારી યે સંકલના અને ઘટના અદ્ભુત, અભૂતપૂર્વ, અનન્ય છે. દીર્ઘ અંતર્પ્રજ્ઞાથી અને સુગુરુગમથી ‘ચૈતન્ય દૂરદર્શન'માંના પ્રવેશ દ્વારા સર્વ કોઈ સિધ્ધસમ ધન્યાત્મા આ સર્વ સ્વયં નિહાળી અને અનુભવી શકે છે. તો આવા પરમપુરુષની સક્ષમ લેખિનીમાંથી પ્રગટેલું - પ્રવહેલું શ્રી આત્મસિધ્ધિનું ગ્રંથ સર્જન કેટલું સક્ષમ હોય એ સહજ સમજી શકાય તેવું છે. યુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીજીએ ૧૪ પૂર્વોમાંના ‘પ્રત્યાખ્યાન પ્રવાદ’ પૂર્વમાંથી ‘શ્રી કલ્પસૂત્ર' સમ મહાગ્રંથનું સર્જન કર્યું અને સ્વરૂપજ્ઞાની મહાવિદેહી ‘બીજકેવળી’ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાતમા ‘આત્મ પ્રવાદ' પૂર્વના આધારે પૂર્વપ્રજ્ઞાપૂર્વક રાજગાથા ૯૨
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy