SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જે સર્વશ્રેષ્ઠ પ્રજ્ઞામાંથી પ્રસ્ત થયેલા શબ્દોના આંદોલનોનું અને એ પ્રત્યેક શબ્દમાં ધબકતા-વિરાજતા શ્રીમદ્જીનું અહીં સુશ્રી વિમલાદીદી જે દર્શન કરી-કરાવી રહ્યાં છે તેનું વિશદ અધ્યયન કરવા જેવું છે. તેમના સ્વયંના દ્વારા અને આ લેખક દ્વારા એ અન્યત્ર શબ્દબધ્ધ થયેલું છે. અહીં તો હીરાની પરખ સાચો ઝવેરી જ કરી શકે એ ન્યાયે, શ્રીમદ્જીના અને તેમની મહાકૃતિના મૂલ્યાંકન વિષે અંગ્રેજ વિવેચક Ben Jonsonના આ કથનથી સમાપન-સંકેત કરીશું : “To judge of Poets is only the faculty of Poets and not of all, but the Best.” શ્રીમદ્જીનું સાત વર્ષની આયુનું જાતિસ્મરણ જ્ઞાનનું પ્રાકટ્ય, દસ વર્ષની બાલઆયુનું એ પૂર્વજન્મજ્ઞાનની પ્રતીતિ સમું “પુષ્પમાળા'નું સર્જન, ૧૬ વર્ષની યુવાવસ્થાનું “મોક્ષમાળા'નું મહાનિર્માણ અને સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ અપાવતું “શતાવધાન’ - પ્રસ્તુતીકરણ, આ પછીનું સ્વયંની નિગ્રંથ દીક્ષા ગ્રહણાર્થ માતૃઆજ્ઞાર્થ ઋણાવસ્થામાંના માતૃચરણે સેવા કરતા બેસીને – “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છો?” - નું ૨૧ ગાથાનું અદ્ભુત ભાવાલેખન – - ચરોતરના વનો અને ઈડરની ગુફાઓમાં આત્મધ્યાનમાં સતત નિમજ્જન ઉપરાંત ઝવેરી બજારની પેઢી પર “કાળકૂટને વિષ” દેખનારા હીરાના વ્યાપારમાં પણ આત્માની સહજસમાધિ દશામાં રમણ – – આ સર્વ ઘટનાઓ અને સર્જનાઓને ઊડતી નજરે નિહાળીએ તો આ સર્વપછીની શ્રીમદ્જીની “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ મહાસર્જનાને આપણે શી રીતે, કેવી દૃષ્ટિએ મૂલવી શકીશું? એ મૂલ્યાંકન માટે આપણી અંતર્મજ્ઞાની દૃષ્ટિ સક્ષમ છે ખરી? અત્યંત અત્યંત દુરુહ કાર્ય છે આ અને એટલે જ અહીં ઉપર્યુક્ત સર્વશ્રી સુખલાલજી, સહજાનંદઘનજી, વિમલાતાઈ જેવા અનેક આત્માનુભવી દેખાઓની કથેલી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને શ્રીમદ્જીની દેહાતીત મહાવિદેહી દશાને પ્રમાણીને ચાલવું રહે. “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું !” (શ્રીમદ્જીઃ બહુ પુણ્ય) પાવે નહીં ગુરુગમ બિના – (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૯૧
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy