SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધ ૭ ૭૧ મુસ્યઉ = લૂંટ. આપણ = પોતાની જાતે. પ્રાણાતિપાત = (૧) પ્રાણાતિપાત અર્થાત જીવહિંસા (૨) મૃષાવાદ અર્થાત અસત્ય ભાષણ (૩) અદત્તાદાન અર્થાત ચોરી (૪) મૈથુનઅબ્રહ્મચર્ય અને (૫) પરિગ્રહ સંગ્રહવૃત્તિ - આ પાંચેથી અટકવું એટલે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જૈન ધર્મ મુજબનાં આ પાંચ મહાવ્રત છે. રૂલઈ = ભટકે છે. ૩૪. જ્ઞાન-દર્શન-ચારિત્ર = જ્ઞાન, દર્શન અર્થાત સમ્યફ શ્રદ્ધા અને ચારિત્ર અર્થાત સદાચરણ એ ત્રણ જૈન ધર્મમાં રત્નત્રય તરીકે પ્રસિદ્ધ છે અને એ ત્રણની પ્રાપ્તિથી મોક્ષને માર્ગ બને છે એમ પ્રતિપાદિત કરવામાં આવે છે. ૩૫. કર્મ-જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ = જૈન સિદ્ધાંત મુજબ કર્મના આઠ પ્રકારે છેઃ ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય ૫ અંતરાય ૬. નામ ૭. ગોત્ર અને ૮. આયુ. – આ આઠ પ્રકારનાં કર્મો આત્મા પર એમના નામ મુજબને પ્રભાવ પાડે છે. ૩૬. પર્ષદ, વિદ્વાંસની સભા = પરિષદ, વિકસભા. ધામી = ધાર્મિક, ધર્માનુષ્ઠાન આચરનાર. મામ = ટેક. કાઉસગ્ગ = કાયોત્સર્ગ, એક પ્રકારનું ધ્યાન જેમાં કાયાને ઉત્સર્ગ કરવામાં આવે છે અર્થાત કાયા વિશે સંપૂર્ણ અભાન બની માત્ર આત્મધ્યાન કરવાનું હોય છે. જૈનેની છ દૈનંદિન આવશ્યક ક્રિયાઓમાં એક કાર્યોત્સર્ગ છે. ખણઈ = ખેદે છે. સેનઈયા = સોનૈયા, સુવર્ણમુદ્રાઓ. ૩૮. અનેરઉ = બીજે, અને. મહિષિ = મહર્ષિ. મરુદેવા = સ્વામિની – ભગવાન મહાવીર સ્વામીનાં માતા.
SR No.032280
Book TitleVachak Merusundar Krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1990
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy