________________
यन्त्यास्तस्याः केवलज्ञानं जातम् । गुरुणा पृष्टे सोचे भवतां केवलं गङ्गानधन्तर्भविता । ततो गङ्गायां नावारूढो नौब्रुडनाल्लोकैर्गङ्गायां प्रक्षिप्तः । मिथ्याग्देवीकृतशूलकोपरि पतितः, शुभध्यानारूढोऽन्तकृत्केवली जातस्तत्र गङ्गातटस्थवटवृक्षस्थैर्व्यन्तरैर्महिमा कृतः । तत्र प्रयागतीर्थं जातं, ततोऽद्यापि तत्र लोकप्रसिद्ध सिद्धिस्थानम् । तत्र च गुरुमस्तकतुम्बके पडल(पाटलि) वृक्षबीजं पतितं । महान् पाडल
(पाटलि)वृक्षो जातः । स पाडल(पाटलि) जीव एकावतारी ॥१९॥ ગાથાર્થ : ગંગા નદીમાં દેવોએ કરેલા જેમના મહિમા વડે પ્રયાગ તીર્થ
થયું તે અનિકાપુત્ર આચાર્યની કથા આ પ્રમાણે – ભદ્રપુષ્પનગરમાં અગ્નિકાપુત્ર આચાર્ય રોગ ઉત્પન્ન થવાથી સ્થિરતા કરીને રહ્યાં હતાં. પુષ્પચૂલાસાધ્વીજીને તેમના ગોચરીપાણી વગેરે લાવવાની ભક્તિ કરતાં કેવળજ્ઞાન થયું. તેમને ગુરુએ પૂછતાં તેમણે આચાર્યને કહ્યું કે તમને ગંગાનદીની અંદર કેવળજ્ઞાન થશે. તેથી તેઓ ગંગાનદી તરવા માટે નાવમાં ચઢ્યાં, પણ નાવ એક તરફ નમવાથી લોકોએ તેમને ગંગાના પાણીમાં નાખ્યાં. ત્યારે તેઓ મિથ્યાદષ્ટિ દેવીએ ધરેલા ત્રિશૂળ ઉપર પડ્યાં. (ત્યારે પણ) શુભધ્યાનમાં સ્થિર થઈ તે અંતકૃત કેવળી થયાં અને મોક્ષમાં ગયા. ગંગા નદીના તટે રહેલા વડના વૃક્ષ પરના વ્યંતરોએ તેમનો મહિમા કર્યો. ત્યાં પ્રયાગ તીર્થ થયું. તેથી તે સ્થાન) આજે પણ સિદ્ધિસ્થાન તરીકે લોકોમાં પ્રસિદ્ધ છે. ત્યારે ત્યાં તે ગુરુના મસ્તકના તુંબડામાં પાટલી નામના વૃક્ષનું બીજ પડ્યું. તેમાંથી મોટું પાટલી વૃક્ષ ઉત્પન્ન થયું અને તે વૃક્ષનો જીવ એકાવતારી કહેવાય છે. (૯૯).
॥ श्रीऋषिमण्डल -