________________
ગાથાર્થઃ જાતિસ્મરણશી યુક્ત, રાજાના કુમાર અને ક્ષમાગુણના સ્વામી
એવા કૂરગડુ મુનિવર તથા ચારેય માસક્ષમણ કરનારા મુનિવરોને કે જે પાંચેય શિવપદને પામ્યા, તેમને હું વંદન
કરું છું. (૬૦) श्लोक : कोडिन्न-दिन्न-सेवाल, नामए पंचपंचसयकलिए ।
पडिबुद्धे गोयमदंसणेण पणमामि सिद्धे य ॥६१॥ श्लोक : अत्र कोटिन्नदिन्नसेवालनामतः (नाम्नः) पञ्चपञ्चशततपस्विकलितान्
गौतमदर्शनेन प्रतिबुद्धान् सिद्धान् प्रणमामि ॥६१॥ ગાથાર્થઃ પાંચસો પાંચસો તાપસોથી પરિવરેલા, ગૌતમસ્વામીના
દર્શનથી પ્રતિબોધ પામેલા એવા કોડિન, દિન અને સેવાલ નામના તાપસ મુનિવરો સિદ્ધિપદને પામ્યા તેમને હું નમસ્કાર કરું છું. (૬૧)
श्लोक : एगस्स खीरभोयण-हेऊ नाणुप्पया मुणेयव्वा ।
बीयस्स य परिसाए, दिट्ठाए जिणम्मि तइयस्स ॥६२॥ टीका : क्षीरभोजनं हेतुः कारणं यस्य ज्ञानोत्पादस्य स एकस्य क्षीरभोजन
हेतुर्ज्ञानोत्पादो ज्ञातव्यः, द्वितीयस्य पर्षदि दृष्टायां, तृतीयस्य जिने दृष्टे
ज्ञानोत्पादो ज्ञातव्यः ॥६२॥ ગાથાર્થ : કે જેઓમાંથી એક કોડિન્સને તથા તેમના પાંચસો શિષ્યોને
ખીરનું ભોજન કેવળજ્ઞાનની ઉત્પત્તિનો હેતુ બન્યો. બીજા દિનને તથા તેમના પાંચસો શિષ્યોને પ્રભુની પર્ષદાના દર્શનથી કેવળજ્ઞાન થયું અને ત્રીજા સેવાલ તથા પાંચસો શિષ્યો પરમાત્માના દર્શન માત્રથી કેવળજ્ઞાનને પામ્યાં. (તેમને નમું છું) (૬૨)
તવરVII