________________
માગશિર વદી દશમી દિને, સંયમશું ચિત લાય–સચ૦ વૈશાખ સુદી દશમી પ્રભુ, પામ્યા કેવળનાણ-સ કાતી અમાવાસને દિહાડલે, લહિઆ પ્રભુ નિરવાણ-સચ૦ દિવાલી એ જિન થકી, ઉત્તમ દિવસ કહાયન્સ પદ્મવિજય કહે પ્રણમતાં, ભવ-ભવનાં દુઃખ જાય-સર્ચ
@ કર્તા શ્રી પદ્મવિજયજી મ. ીિ.
(ગિરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી) વીર-જિણે સર પ્રણમું પાયા, ત્રિશલાદેવી માયા રે, સિદ્ધારથરાજા તસ તાયા, નંદીવરદ્ધન ભાયા રે–વી૨૦ લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, શમ-દમ સમણ તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, નિદ્રા અલપ કહાયા રે-વીર ચંડકૌશિક પ્રતિબોધન આયા, ભય મનમાં નવિ લાયા રે, રાણ પ્રકારે વીર કહાયા, સુર-નર જસ ગુણ ગાયા રે–વી૨૦ જગતજીવ-હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે, માન ન લોભ ન વળી કસાયા, વિહાર કરે નિરમાયા રે–વીર કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુક્લ પ્રભુ ધ્યાયા રે, સમોસરણે બેસી જિનરાયા, ચઉવિક સંઘ થપાયા રે–વીર કનકકમલ ઉપર હવે પાયા, ચઉહિ દેશના દાયા રે, પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ચોત્રીશ અતિશય પાયા રે–વીર, શૈલેશીમાં કર્મ જલાયા, જીત નિસાણ વજાયા રે, પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયા રે–વી૨૦
૩૨)