SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી કાંતિવિજયજી મ. (ઢાલ સાલુડાની-એ દેશી) વીરજી ! ઉભો મદ મોડી, બે કર જોડી અરજ કરૂં રે લો પીઆરા વીર લો માહારા રે વીરજી ! રાજેસર રાણા, આણા તાહરી શીર રે લો —માહરા(૧) વીરજી ! મીઠલડે વયણે નયણે, ઈણ રાચી રહુંરે લો—માહરા વીરજી ! વાતો મનરૂષની સુખની, તુજ આગે કહ્યુંરે લો—માહરા૰(૨) વીરજી ! પિતૃ પરલોકે ગયા, તિણ શોકે દીહા' ગયુંરે લો—માહરા વીરજી ! ચિંતાતુર નિત મો ચિત્તમાં, જિમ સૂનો ભયુંરે લો—માહરા૰(૩) વીરજી ! તુજ વિ૨હે મોટિકાં, વળી છેહ દેઈરે લો-માહરા વીરજી ! સંજમ જો લેશો દેશ્યો, ગુંબડ ખાર તેઈરે લો—માહરા૰(૪) વીરજી ! ભોજન વિ ભાવે થાવે, અતિ આસંગળોરે લો—માહરા વીરજી ! નિંદરડી નાવે ધ્યાવે, મન ઉધાંધલોરે લો—માહરા (૫) વીરજી ! છાતીમાં ઘાતી કાતી, જેણે સા૨નીરે લોમાહરા વીરજી ! પીડા વિણ વાગે લાગે, મોટી મા૨નીરે લો—માહરા૰(૬) વીરજી ! વેદન નવિ જાણે ટાણે, આણે કઠીન હિયોરે લો—માહરા વીરજી ! થાયો કરૂણાળા વાલ્કા, વ્રત ના મૂકી દિયોરે લો—માહરા (૭) વીરજી ! વિનવ્યા ઈમ આઈ ભાઈ, ભાઈ નંદીવરધને રે લો—માહરા વીરજી ! ભીના નહિ મનશું ધનશું, પોખે જગતને રે લો—માહરા૰(૮) વીરજી ! ચારિત્ર લેછ્યું મેં પામી, અવસર આપણો રે લો—માહરા વીરજી ! કેવળ લહી સીધો લીધો, શાશ્વત સુખ ઘણા રે લો—માહરા૰(૯) ૨૯
SR No.032247
Book TitlePrachin Stavanavli 24 Mahavir Swami
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy