________________
Eણી કર્તા શ્રી રામવિજયજી મ. શું
(ગરબી પૂછે રે મારા ગરબડા રે-એ દેશી) ચરણ નમી જિનરાજના રે, માગું એક પસાય, મારા લાખેણા સ્વામી રે તુને વિનવું રે, મહેર કરો મારા નાથજી રે, દાસ ધરો દિલ માંહે-મારા (૧) પતીત ઘણા તે ઉધર્યા રે, બિરૂદ ગરીબનિવાજ–મારા એક મુજને વિસારતાં રે, યે નાવે પ્રભુ ! લાજ ? –મારા...(૨) ઉત્તમ જન ઘન સારીખો રે, નવિ જોવે ઠામ-કુઠામ–મારા પ્રભુ સુ-નજર કરૂણાથકી રે, લહીંયે અવિચળ ધામ–મારા (૩) સુત સિદ્ધાંરથરાયનો રે, ત્રિશલાનંદના વીર–મારા વરસ બહુતેર આઉખું રે, કંચનવાન શરીર–મારા (૪) મુખ દેખી પ્રભુ ! તાહરૂં રે, પામ્યો પરમાણંદ-મારા હૃદયકમળનો હંસલો રે, મુનિજન કૈરવચંદ-મારા (૫) તું સમરથ શિર નાહલો રે, તો વાધે જશ પૂર–મારા જીત નિશાણના નાદથી રે, નાઠા દુશમન દૂર–મારા (૬) શ્રી સુમતિ સુગુરૂપદ સેવના રે, કલ્પતરુની છાંહ-મારા રામ પ્રભુ જિન વીરજી રે, છે અવલંબન બાંહ-મારા(૭)
૧. મેઘ ૨. મુનિરૂપી ચંદ્રવિકાશી કમળને ચંદ્ર જેવા
(૨૮)