SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. શ્રી નમિનાથજી ભગવાન સ્તવના કર્તા : શ્રી પૂજ્ય વિનયવિજયજી મહારાજ | શ્રી નમિનાથને ચરણે નમતાં, મનગમતાં સુખ લહીએ રે ભવજંગલમાં ભમતાં ભમતાં, કર્મ નિકાચિત દહીએ રે, શ્રી નમિનાથ. ૧ સમકિત શિવપુરમાંહી પહોંચાડે, સમકિત ધરમ આધાર રે શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમકિતનું સાર રે, શ્રી નમિનાથ. ૨ જે સમકિત થી હોય ઉપરાંઠા, તેનાં સુખ જાય નાઠાં રે જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ નહીં લીજે રે, શ્રી નમિનાથ. ૩ વપ્રારાણીનો સુત પૂજો, જિમ સંસારે ન ધુ્રજો રે ભવજલતારક કષ્ટ નિવારક, નહિ કો એહવો દૂજો રે, શ્રી નમિનાથ. ૪ શ્રી ર્કિતીવિજય ઉવજઝાયનો સેવક, વિનય કહે પ્રભુ સેવો રે, ત્રણ તત્ત્વ મનમાંહિ અવધારો વંદો અરિહંત દેવો રે, શ્રી નમિનાથ. ૫ ૨૪૧
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy