SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શ્રી અજિતનાથ સ્વામી સ્તવના - । કર્તા: શ્રી પૂજ્ય હંસરત્નજી મહારાજ शुभ વેળા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુ શું નેહ વાધે મુજ મન વાલહો રે, દિન દિન બમણો નેહઅજિત- જિન ! વીનતડી અવધાર, મન માહરું લાગી રહ્યું રે તુજ ચરણે એકતાર - અજિત૦(૧) હિયડું મુજ હેજાળવું રે, કરી ઉમાહો’ અપાર ઘડીઘડીને અંતરે રે, ચાહે તુજ દીદાર- અજિત(ર) મીઠો અમૃતની પરે રે, સાહેબ! તાહરો રે સંગ નયણે નયણ નિહાળતાં રે, શીતળ થાય અંગ -અજિત૦(૩) અવશ્યપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ વરસાં સો મમ સાહિબા રે! મુજ મન લાગે તેહ - અજિત૦(૪) તુજને તો મુજ ઉપરે રે, નેહ ન આવે કાંય તો પણ મુજ મન લાલચી રે, ખિણ અળગો નવિ થાય - અજિત॰(૫) આસંગાયત આપણો રે, જાણીને જિનરાય દરશણ દીજે દીન પ્રતે રે, હંસરત્ન સુખ થાય - અજિત૦(૬) ૧. હે ! વ્હાલા ૨. પ્રેમભર્યું ૩. ઉમંગ ૪. ચેહરો-દર્શન ૫. પરાધીનપણે ૬. જેવી ૭. અત્યંત રાગવાળો. ૧૩
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy