________________
કર્તા : શ્રી પૂજ્ય રામવિજયજી મહારાજ ચંદ્રપ્રભની ચાકરી, મુને લાગી મીઠી જગમાં જોડી જેહની', કિહાં દીસે ન દીઠી-ચંદ્ર. (૧) પ્રભુને ચરણે માહરૂં, મનડું લલચાણું કુણ છે બીજો જગે ? જિસે જોયે પલટાણું-ચંદ્ર (૨) કોડિ” કરી પણ અવર” કો, મુજ હિયડે નાવે સુરતરૂફૂલે" મોહિયો, કિમ આક’ સોહાવે-ચંદ્ર (૩) મુજ પ્રભુ મોહનવેલડી, કરૂણાશું ભરીઓ. પ્રભુતા પૂરી ત્રિભુવને, ગુણ-મણિનો દરિઓ-ચંદ્ર (૪) જિમ જિમ નિરખું નયણડે, તિમ હિયડું હુલસે” એક ઘડીને અંતરે, મુજ મનડું તલસે –ચંદ્ર (૫) સહજ –સલૂણો સાહિબો, મળ્યો શિવનો સાથી. સહજે જીત્યો જગતમેં, પ્રભુની સેવાથી-ચંદ્ર (૬) વિમળવિજય ગુરૂ શિષ્યનો, શિષ્ય કહે કર જોડી રામવિજય પ્રભુ નામથી, લહે સંપદ કોડિ-ચંદ્ર (૭)
1
2
૧, જે પ્રભુની ૨, ફરી શકે ૩, ક્રોડ પ્રયત્ન ૪. બીજા કોઈ પ, કલ્પવૃક્ષના કૃળથી. ૬ ઓકડો ૭, ઉમંગભેર પ્રસન્ન થાય ૮. ઝંખના કરે ૯, સ્વાભાવિક રીતે સુંદર
૯૭.