________________
૧૧.
ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગા, ચમત્કાર ચિત્ત દેતી રે - અચરિજ કારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે.
–શીતલ૦ ૬ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. શ્રી શ્રેયાંસ જિન અંતર જામી, આતમરામી, નામી રે, અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે
–શ્રી૧ સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી રે
–શ્રી. ૨. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહિયે રે જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે.
–શ્રી. ૩૩ નામ અધ્યાતમ, વણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહ શું રઢ મંડે છે.
શ્રી. ૪ શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજે રે શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજે રે.
–શ્રીપ. અધ્યાતમી જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે..
–શ્રી. દ.