SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ દેવવંદનમાલા બેઠા. પ્રભુએ વરાગ્યમય દેશના આપી. દેશના અને કૃષ્ણ પૂછયું કે “હે ભગવન્ ! વર્ષના ૩૬૦ દિવસમાં એ કે ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ ત્રતાદિ તપ ઘણું ફળ આપે?” જવાબમાં પ્રભુએ જણાવ્યું કે “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીને દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે, કારણ કે તે દિવસે ત્રણ વીસીના તીર્થકરોના ૧૫૦ કલ્યાણકે આવે છે, તે આ પ્રમાણે-આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે ૧ અઢારમા શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઈ છે, ૨ એકવીસમા નમિનાથને કેવલજ્ઞાન. થયું છે. ૩ ઓગણીસમા શ્રી મલ્લીનાથને જન્મ થયે છે. – તેમની દીક્ષા તથા કેવલજ્ઞાન પણ તેજ દિવસે થયાં છે. એમ ભારતક્ષેત્રમાં આ વીસીમાં પાંચ કલ્યાણક થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરત ક્ષેત્રે અને પાંચ અરવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થયા હોવાથી પ૦ થયા. આ પ્રમાણે વર્તમાન વીસીના ૫૦ થયા છે. તે પ્રમાણે અતીત (ગએલી) ચેવીસીમાં ૫૦ થયા છે. અને અનાગત (આવતી) ચોવીસીમાં પણ ૫૦ થશે તેથી કુલ દેઢ કલ્યાણકે આ તિથિએ થયા છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ દેટસે ઉપવાસનું ફલ મળે છે. પરંતુ આ તપની વિધિ પૂર્વક જેઓ આરાધના કરે છે તેમના ફળનું તે કહેવું જ શું ? આ તપ ૧૧ વર્ષ પૂરો થાય છે. આ દિવસે મુખ્યતાએ મૌન જાળવવાનું હવાથી મૌન એકાદશી કહેવાય છે. કૃષ્ણ મહારાજે ફરીથી પ્રભુને પૂછયું કે “હે ભગવંત! પૂર્વે કઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી છે?
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy