________________
૪૮૩
સુખે સમાધે તિહાં કણે રહેતાં, મનમાં હર્ષ નમાવે આઘા૦૮
હવે તિણ કાલે વીર જિર્ણદજી, હુઆ કેવલ નાણું રે ચંદનબાલા વાત સુણીને, હિયડામાં હરખાણી. આઘા૯
વીર કને જઈ દીક્ષા લીધી, તક્ષણ કર્મ ખપાવ્યાં રે; ચંદનબાલા ગુણહ વિશાલા, શિવમંદિર સિધાવ્યાં. આ૦ ૧૦
એહવું જાણી રૂડા પ્રાણી, કરજો શિયલ જતન રે; શિયલ થકી શિવ સંપદ લહીયે,શિયલે રૂપ રતન. આઘા.૧૧ - નયન વસુ સંયમને ભેદ, સંવત (૧૭૨૮) સુરત મઝારે, વદિ આષાઢ તણી છ૭ દિવસે,ગુણ ગાયા રવિવારે. આ૦૧૨
શ્રીવિદ્યાસાગર સૂરિ શિરોમણિ, અચલગચ્છ સેડાયા રે; મહિયલ મહિમા અધિક બિરાજે,દિન દિનતેજ સવાયા.આ૧૩
વાચક સહજ સુંદરને સેવક હર્ષ ધરી ચિત્ત આણીરે શીલ ભલી પરે પાલો ભવિયણ કહે નિત્યલાભ એવાણી.આ૦૧૪
૫૧ શ્રી નવકારવાલીની સજઝાય. કહેજે ચતુર નર એ કેણ નારી, ધરમી જનને પ્યારી રે, જેણે જાયા બેટા સુખકારી, પણ બાળકુમારી રે. ક. ૧ કઈ ઘેર રાતી ને કેઈ ઘેર લીલી, કઈ ઘેર દીસે પીળી રે, પંચ રૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી રે કે ૨ હૈડા આગળ ઊભી રાખી, નયણાણું બંધાણું રે નારી નહી પણ મોહનભારી, જોગીશ્વરને યાર રે. કo ૩