________________
૨૫૫
પુત્ર કહે સુણ માવડી, કહો અમ શો ઉપાયરે; તે પાતિક કિમ છુટીયે, વળતું પભણે માયરે. શ્રી શત્રુંજય તીરથ જઈ, સૂરજકુંડે સ્નાન કષભ નિણંદ પૂજા કરી, ધરો ભગવંતનું ધ્યાન રે. ૮૨ માત શિખામણ મન ધરી, પાંડવ પાંચે તામરે; હત્યા પાતિક છૂટવા, પહોંચ્યા વિમળગિરિ ડામરે. ૮૩ જિનવર ભકિત પૂજા કરી, કીધો બારમો ઉદ્ધારરે, ભુવન નિપાયો કાઠમય, લેપમેય પ્રતિમા સારરે. ૮૪ પાંડવ વીર વચ્ચે આંતરૂ, વરસ ચારાથી સહસરે, ચારસેં સીતેર વરસે હવ, વીરથી વિક્રમ નરેશરે. ૮૫
ઢાળ નવમી. ધન્ય ધન્યત્ર જય ગિરિવર, જિહાં હુવા સિદ્ધ અનંતરે વળી હેશે ઇણે તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધન્ય ૮૬ | વિક્રમથી એકસો આઠે, વરસે બાવડશાહ તેરમો ઉદ્ધાર શેત્ર કર્યો, થાપ્યા આદિ જિન નાહરે, ધ૦ ૮૭
પ્રતિમા ભરાવી રંગયું, નવા શ્રીઆદિ જિર્ણો શ્રોત્રજયશિખરે થાપીયા, પ્રાસાદે નયણાસુંદરે, ધ, ૮૮
પાંડવ જાવડ આંતરો, પચવીસ કેડી મયારે લાખ પંચાણું ઉપર, પંચોતેર સહસ પાળશે. ધ૦ ૮૯
એટલા સંઘવી તિહાં હુવા, ચૌદસ ઉદ્ધાર વિશાળ બાર તેરાતીસેય કરે, મંત્રી બાહડદે શ્રીમાળશે. ધ૦ ૯૦