________________
ચૈત્યવંદન વિભાગ
આદિદેવ અલવેસરૂ, વિનીતાને રાય, નાભિનારાયા કુલ મંડણે, મરૂદેવામાય. પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ,
રાશી લખ પૂર્વનું, જશ આયુ વિશાલ. વૃષભલંછન જિન વૃષ ધરૂએ, ઉત્તમ ગુણ મણિખાણ, તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.
૩
અજિતનાથ, પ્રભુ અવતર્યા, વિનિતાને સ્વામી, જિતશત્રુ વિજયા તણે, નંદન શિવગામી. બહોતેર લાખ પૂરવતણું, પાલ્યું જિણે આય, ગજલંછન લંછન નહિ, પ્રણમે સુરરાય. સાડા ચારસે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પદ્મ તસ પ્રણનીચે, જિમ લહીયે શિવગેહ.
૩
સાવસ્થી નયરી ધણું, શ્રી સંભવનાથ, જિતારિ ગૃપનંદને, ચલવે શિવ સાથ. સેના નંદન ચંદને, પૂજે નવ અંગે, ચારસે ધનુષનું દેહમાન, પ્રણમે મનરંગે. સાત લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય, તુરગ લંછન પદપદ્મને, નમતાં શિવસુખ થાય.
૨