________________
પરિશિષ્ટ-૧ સંયમ પહેલાં દાન સંવત્સરી ઈચ્છિત સઘળું આપ્યું, દ્રવ્ય દ્રવ્ય ત્યાગીને સ્વામી જગનું દ્રારિદ્ર કાપ્યું. સા. ૩ તે પછી અનંતી વસ્તુ માંહેથી અંશ દેતાં શી વાર, તુરત દાન ને મહાપુણ્ય એ જગમાં પણ વ્યવહાર. સા. ૪ હાથી મુખથી દાણે નીકળતાં તેહને ઓછું ન થાવે, સેવકનું તેમ કાજ સરે જેમ કીડી કુટુંબ સહ ખાવે. સા. ૫ મેઘરાય મંગલા સૂજાયા નયરી અયોધ્યા રાયા, ક્રૌંચ લંછન સુવણી કાયા પુણ્ય દર્શન પાયા. સા. ૬ શ્રાવણ બીજે ચ્યવન જન્મ રાયા આઠમ નામે દીક્ષા, જ્ઞાન એકાદશી મધુ ને મે શિવ શુકલ પક્ષ વિવક્ષા સા. ૭ ઓગણીસ સત્તાણું મહા સુદ એકમ માતર યાત્રા કાજે, રાજનગર શાપુર સંધ સાથે સિદ્ધિસૂરીશ્વર રાજે. સા. ૮ જવતાં ગુરુ જીતવિજયજી હીરવિજય ગુરુરાયા, વિજ્યકનકસૂરિ ગુરુ સુપાયે દીપવિજય ગુણ ગાયા. સા. ૯
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન (ધન્ય ધન્ય રે ચોઘડિયું મારે આજનું રે–એ રાગ) શ્રી પાસ શંખેશ્વર ભેટીયે રે,
પ્રભુદર્શને ભવદુઃખ મેટીયે રે. શ્રી. પા. એ આંકણી. અતિ પ્રાચીન મૂતિ આપની રે,
અધા કાર્યો નિશાની સાપની રે, એક વારણ ને બીજી અસી રે,
અને બને નદી વિચ્ચમાં વસી રે. શ્રી. પા. ૧