SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય છે, કેવળ શ્રદ્ધા કે સમજ પ્રાયઃ કારગત નીવડતાં નથી, નીવડે તેપણ તે પિતાને હિત પૂરતાં જ, સ્વાર કલ્યાણ કરવાનું સામર્શ તે આચારમાં છે. એથી જ જૈનશાસન તેના પેટાળમાં રહેલી આચાર–પ્રધાનતાને અંગે અગણિત સદાચારી સાધુપુરુષને પકાવવાના સુયશથી ગૌરવવંતું છે-જગતમાં જયવંતુ છે. ગુરુકુલવાસ-ગુરુકુલવાસ મોહની મંદતાનું પ્રતિક છે. સામાન્ય માનવતામથી મહારાજ બનેલા મુનિ શ્રીજતવિજયજી દીક્ષા દિવસથી માંડી તેઓના ગુરુમહારાજના સ્વર્ગવાસ સુધી ગુરુની નિશ્રામાં જસેવામાં જ-રહ્યા હતા. દીક્ષા પછી ગુરુમહારાજની સાથે તેઓશ્રી ભીમાસર (ક) પધાર્યા અને વિ. સં. ૧૯૩૪ની સાલ સુધી પિતાના ગુરુદેવ સાથે અન્યાન્ય પ્રદેશમાં વિચરી જુદા જુદા સ્થળોએ ચાતુર્માસે કર્યા. વિ. સં. ૧૯૨૫નું ચાતુર્માસ ભીમાસરમાં કર્યું. વિ. સં. ૧૯૨૬નું ચાતુર્માસ (વાગડ) પલાંસવામાં કર્યું. ત્યાંથી વિહાર કરી ગુજરાતમાં પધાર્યા, અને વિ. સં. ૧૯૨૭માં રાજનગરમાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં વિચર્યા, અને વિ. સં. ૧૯૨૮માં જામનગરમાં ચાતુર્માસ કર્યું. પુનઃ વિ. સં. ૧૯૨૯નું ચાતુર્માસ ગુજરાતમાં અમદાવાદમાં કરી વિ. સં. ૧૯૩૦નું ચાતુર્માસ ધાનેરામાં કર્યું. ત્યાંથી પાછા ફરી વિ. સં. ૧૯૩૧માં રાધનપુરમાં ચોમાસું રહ્યા, અને તે પછી ગુરુમહારાજની વૃદ્ધાવસ્થાને લઈને લાંબે વિહાર થઈ શકે તેમ ન હોવાથી વિ. સં. ૧૯૯રમાં પલાંસવામાં ચાતુર્માસ કર્યું. ગુરુમહારાજ અતિવૃદ્ધ થવાથી તે પછીનાં વિ. સં. ૧૯૩૩-૩૪ નાં ચાતુર્માસ (વાગડ) ફોહપુરમાં કર્યા અને વિ. સં. ૧૯૩૫ થી ૧૯૩૮ સુધીનાં ચાતુર્માસો પલાંસવામાં કર્યા. ગુરુવિરહ-વૃદ્ધાવસ્થાને લીધે તેઓના ગુરુમહારાજનું શરીર ઉત્તરોત્તર અશક્ત બનતું ગયું, ત્યારે જાણે છેલ્લે છેલ્લે માનવભવને -સાધુતાને લાભ લૂંટવા માટે હોય તેમ તેઓને આત્મા સશક્ત
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy