________________
૧૬૫
(ઇતિ દશવિધ યતિ ધર્માધિકારે પ્રથમ ગુણ સ્વા
ધ્યાય સંપૂર્ણ.)
દુહી વિનયતણો એ હેતુ છે, ક્ષમા પ્રથમ ગુણ જાણ, વિનયાધિષ્ઠિત ગુણ સવિ, તે મૃદુતા અનુમાનાના જેમ પડસૂદી કેલવી અધિક હોયે આસ્વાદ, તેમ માર્દવ ગુણથી લહે, સમ્યગજ્ઞાન સ્વાદ. મારા
ઢાલ ૨ જી (રામ ભણે હરી ઊઠીએ–એ દેશી.) બીજો ધર્મ એ મુનિતણો, મહવનામે તે જાણ રે, મૃદુતા માન નિરાસથી, વિનયાદિક ગુણ ખાણ રે, વિનયે શ્રુત સુપ્રમાણ રે, શ્રત તે વિરત્તિનું ઠાણ રે, અનુક્રમે કર્મ નિર્વાણ રે, અનુભવરંગી રે આતમા; મૂક તું માનને સંગ રે, નિર્મલ ગંગ તરંગરે,જેમ લહે જ્ઞાન પ્રસંગે રે, હાય અક્ષય અભંગ રે, સુજસ મહોદયચંગરે, સમકિત જ્ઞાન એકંગ રે, સહજ ગુણ સુખ સંગ રે. ૧. માન મહા વિષધર ડસ્યા, ન રહે ચેતના તાસ રે, આઠેમદ ફણું ટોપશું અહર્નિશ