SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જ્ઞાનને નાશ થવાથી જડરૂપ થઈ એક સ્પર્શ ઈદ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિ રહિત જિહવા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇંદ્રિય રહિત થઈ દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે અને બેઈદ્રિય, ત્રિઈદ્રિય ચતુરિદિયરૂપ, વિકલત્રય જીવ, આત્મજ્ઞાન રહિત કેવળ રસનાદિક ઈદ્રિાના વિષયની ઘણું તૃષ્ણના માર્યા ઉછળી ઉછળી વિષયને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાળ વિકલત્રયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભુખ, તરસ, રેગ, વિયેગ, સંતાપ ભેગવી પરિભ્રમણ અનંતકાળ સુધી કરે છે, એનું નામ સંસાર છે. # શાંતિ શિક્ષાપાઠ: ૧૪. વ્યવહારિક જીવના ભેદ. ભાગ બીજો જેમ ઉકળેલા આંધણુમાં ચેખા સર્વ તરફ ફરતે છતાં એડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપ્તાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઉડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે. જળમાં વિચરતા મચ્છાદિકને બીજા મચ્છાદિક મારે છે. સ્થળમાં વિચરતા મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સપ વગેરે દુષ્ટ, તિર્યંચ તથા ભીલ, મલેછ, ચેર, લૂંટારા, મહાનિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્વવથી ભયભીત થયેલ છે તું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બીલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કેપ વગેરે તથા ઈદ્રિયેના વિષયેની તૃષ્ણના આતપથી સંતાપિત થઈ વિષયાદિક રૂ૫ અજાસ્ના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ ક તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, કાન, સુખ, સત્તા િભાવ પ્રાણને નાશ કરી, નિદમાં અચેતન તુલ્ય થઈ અનંતવાર જન્મમરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે, ત્યાં આત્મા પ્ર.-૩
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy