________________
પ્રસ્તાવબોધિનું શૈલી સ્વરૂપ નવાં કર્મના બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કેઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભેગવી. બધાં દુઃખે અનંતાનંતવાર ભેગવી અનંતાનંતકાળ વ્યતીત થઈ ગયે. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કઈ પુદ્ગલ આ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીર રૂપે, આહાર રૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદ્ગલનાં શરીરધારી આહારરૂપ (જન-પાન) કરેલ છે.
ત્રણસે તેતાલીસ ઘનરજજુ પ્રમાણ લેકમાં એવો કેઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સપિણી અવસર્પિણી કાળને એ એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતીવાર નથી જો અને નથી મૂઓ. નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યામાં આવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે.
એક અદિશ અનુત્તર વિમાનમાં તે નથી ઉપજે કારણ કે એ ચૌદે વિમાનમાં સમ્યક્દષ્ટિ વિના અન્યને ઉત્પાદ નથી. સમ્યક્દષ્ટિને સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધના સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસં. ખ્યાત લેકપ્રમાણુ કષાયાધ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લેકપ્રમાણ અનુભાગ બંધાધ્યવસાયસ્થાન તથા જગત શ્રેણીના સંખ્યાતમા ભાગ જેટલા ગસ્થાને મને એ કઈ ભાગ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયે. એક સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રના ગભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબન રહિત પુરૂષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે, તેથી સમ્યફ માગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે.
કેવી છે નિગોદ? જેમાંથી અનંતાનંત કાળ થાય તે પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત