________________
दोषः । पुरुषनिष्ठसंयोगसम्बन्धेन दण्डवतः कालिकविशेषणतया साध्यतार्यां महाकालत्वहेतावव्याप्त्यापत्तेः, गगनत्वादेः पुरुषनिष्ठसंयोगसम्बन्धेनाऽवृत्त्या 'पारिभाषिकावच्छेदकाऽप्रसिद्धेः ।
ઉત્તરપક્ષ ઃ સ્વનું વૈશિષ્ટ્ય અમે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી લેવાનું કહીશું.
હવે ગગનત્વાવચ્છિન્નાભાવવત્ ભૂતલમાં ગગનત્વવિશિષ્ટ વહ્નિ બને જ નહિ. પણ ઘટત્વવિશિષ્ટ ઘટ જ અસંબદ્ધ બને. તેથી ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. પૂર્વપક્ષ - તો અન્યત્રાપત્તિ.
પુરુષાનુયોગિક સંયોગેન દંડી, મહાકાલત્વાત્ સાધ્યતાવચ્છેદકસંબંધ - સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધ પુરુષાનુયોગિક સંયોગ.
=
કાલિક.
પ્રતિયોગીવ્યધિક૨ણ-ગગનત્વાવચ્છિન્નાભાવવત્કાલમાં પુરુષાનુયોગિકસંયોગેન ગગનત્વવિશિષ્ટ જ અપ્રસિદ્ધ બનતાં ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક નહિ બને. આમ પારિભાષિક અવચ્છેદકની અપ્રસિદ્ધિ આવી.
जगदीशी : न च हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वं यादृशसम्बन्धावच्छिन्नं तेनैव सम्बन्धेन स्ववैशिष्ट्याभिधानाद् घटत्वगगनत्वादौ पारिभाषिकावच्छेदकत्वं सुलभमिति वाच्यम् ।
ઉત્તરપક્ષ ઃ વારુ, વૈશિષ્ટય સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી નહિ પણ પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી કહીશું.
ઘટત્વાવચ્છિન્નાભાવવત્ પર્વતમાં સમવાયેન (પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ) ઘટત્વવિશિષ્ટઘટ અસંબદ્ધ છે જ.
જ.
પ્રસ્તુતમાં - ગગનાભાવ લેતાં પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ ગગનત્વ બને. તે તો જાતિ ન હોવાથી તેને રહેવાનો સંબંધ સ્વરૂપસંબંધ બને, માટે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધ સ્વરૂપ બને.
ગગનત્વાવચ્છિન્નાભાવવત્ કાળમાં સ્વરૂપેણ ગગનત્વવિશિષ્ટગગન અસંબદ્ધ છે
એટલે પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ ન રહી.
અવચ્છેદકત્વનિરુક્તિ ૦૫૨