SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તો કહે જ છે. એટલે ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ’ એ પ્રતીતિની ગુરૂધર્મને અવચ્છેદક ન માનતાં અનુપપત્તિ થઈ જાય એજ બતાવવું જોઈએ. હવે તે પણ ગૌરવજ્ઞાન ન થયું હોય ત્યારે તો ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' પ્રતીતિની અનુપપત્તિ અપાય નહિ. પૂર્વપક્ષ પણ ગૌરવજ્ઞાન ને તે પ્રતીતિમાં પ્રતિબંધક માને છે. ગૌરવજ્ઞાનનો ગ્રહ જ ન હોય તો તો તે ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' પ્રતીતિને કોઈ રોકી શકતું નથી. આથી જ દીષિતિકારે કહ્યું કે ગૌરવજ્ઞાન રૂપ પ્રતિબંધક હોય તો પણ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ’ બુદ્ધિ થાય છે. જો ગૌ૨વજ્ઞાન ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વ ગ્રહનો પ્રતિબંધક હોય તો આ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' બુદ્ધિની અનુપપત્તિ જ થઈ જાય. અને તેમ થતું તો નથી માટે ગુરૂભૂત ધર્મમાં અવચ્છેદકત્વ ગ્રહ માનવો જ જોઈએ અને તેમ થાય તો જ કમ્બુગ્રીવાદિમત્ત્વાવચ્છિશપ્રતિયોગિતાકાભાવ ગ્રહ-‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ’ ઈત્યાકારક ઉપપન્ન થાય. આમ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' એવી પ્રતીતિને લીધે ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વની પ્રસિદ્ધિ છે. ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વની બુદ્ધિમાં ‘ગૌરવજ્ઞાન’ જો પ્રતિબંધક બનતે તો જરૂર બીજું કાંઈ પ્રમાણ ન હોવાથી ગુરૂધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થઈ શકતે નહિ. પણ તેમ તો બનતું નથી. ગૌરવજ્ઞાન હોવા છતાંય કમ્પ્યુગ્રીવાદિમત્ત્વાવચ્છિન્નાભાવ કમ્બુગ્રીવાદિમાનાસ્તિ એવી પ્રતીતિ થાય છે માટે એજ સાબિત કરે છે કે ગુરૂધર્મ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. તેમાં ‘ગૌરવનું જ્ઞાન’ પ્રતિબંધક બની શકતું નથી. = जगदीशी : यद्यपि गौरवज्ञानमात्रं नावच्छेदकत्वधीप्रतिबन्धकं, विशिष्ट - सत्तात्वस्य द्रव्यत्वत्वापेक्षया गुरुत्वग्रहेऽपि विशिष्टसत्ता नास्तीति प्रतीत्या तदवच्छेदकत्वग्रहस्य प्राच्यैरपि स्वीकृतत्वात् । न च तद्धर्मसमानाधिकरणधर्मधर्मिकः - तदपेक्षया लघुत्वग्रहः तद्धर्मस्यावच्छेदकत्वधीप्रतिबन्धकः, नीलधूमत्वसमानाधिकरणधूमत्वे तदपेक्षया लघुत्वग्रहेऽपि नीलधूमो नास्तीति प्रतीत्या नीलधूमत्वस्यावच्छेदकत्वावगाहनस्य सर्वसम्मतत्वात् । પ્રાચીન : ગૌ૨વજ્ઞાન જ અવચ્છેદકત્વની બુદ્ધિમાં પ્રતિબંધક નથી કેમકે વિશિષ્ટસત્તાત્વ એ દ્રવ્યત્વત્વની અપેક્ષાએ ગુરૂભૂત હોવા છતાં અર્થાત્ ગુરૂભૂત ધર્મ છે એવું જ્ઞાન હોવા છતાં ‘વિશિષ્ટસત્તા નાસ્તિ' એવી પ્રતીતિ થાય જ છે. એટલે તદ્ધર્મસમાનાધિકરણધર્મધર્મિક એવું જ્ઞાન એ ગૌરવશાનાપેક્ષયા લઘુત્વના ગ્રહને અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૧૮
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy