SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમેયવહ્નિત્વ ન પકડાય. વહ્નિત્વ પકડીએ તો વહ્નિત્વાવચ્છેદ્યત્વ હોવાથી ઉભયાભાવ મળ્યો પણ પ્રમેયવહ્રિત્યેન પ્રમેયવતિ વ્યાપક ન બન્યો. એ આપત્તિ દૂર કરવા યસંબંધત્વ-યુદ્ધર્મવિશિષ્ટસંબંધનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ (પ્રમેયવહ્નિત્વવિશિષ્ટ સંબંધિપર્વતનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદક પ્રમેયવહ્નિત્વાવચ્છેદ્યત્વ) ઉભયાભાવ લેવાય છે. સંયોગાવચ્છેદ્યત્વ નથી, ઉભયાભાવ મળ્યો. પ્રમેયવહ્રિવ્યાપક બન્યો. અથવા તો સ્વરૂપેણ પ્રતિયોગિતાસામાન્યમાં યુદ્ધર્મવિશિષ્ટસંબિધિનિષ્ઠસ્વરૂપાવચ્છિન્નાભાવ-પ્રતિયોગિતાનવચ્છેદકત્વાભાવ જે હવે બધે જ લેવાનો છે. તેજ અહીં લઈ લઈએ. ઘટવત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવીય પ્રતિયોગિતામાં પ્રમેયવહ્નિત્વવિશિષ્ટસંબંધિ પર્વતનિષ્ઠ વહ્રિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ ન મળે. એટલે વહ્નિમત્વપ્રકારક પ્રમાવિશેષ્યત્વત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બને. તદવચ્છેદ્યત્વાભાવ મળી જતાં લક્ષણ સમન્વય થઈ ગયો. આમ દીષિતિકારે કહ્યું કે પ્રમેયવહિત્યેન સાધ્યતામાં સદ્વેતુક સ્થળે જયાં સાધ્યતાવચ્છેદક એ પ્રતિયોગિતાવચ્છેદક ન બનતું હોય (પ્રતિયોગિતા પ્રમેયવહ્નિત્વથી અવચ્છિન્ન ન બની (અપ્રસિદ્ધ છે) પ્રમેયવહ્નિત્વરૂપ સાધ્યતાવચ્છેદક એ પ્રતિયોગિતાનો અવચ્છેદક ન બન્યો) ત્યાં આ પરિષ્કૃત વ્યાપ્તિ લેવી. અન્યત્ર તો સિદ્ધાન્તલક્ષણીય પ્રતિયોગિતાધર્મિક ઉભયાભાવઘટિત વ્યાપ્તિ જ લેવી. = दीधिति : गौरवप्रतिसन्धानदशायामपि कम्बुग्रीवादिमान्नास्तीति प्रतीतिबलाद् गुरुरपि धर्मोऽवच्छेदकः प्रतियोगितायाः । जगदीशी : नव्यमतमुपन्यस्यति गौरवेति । यादृशप्रतीत्या गुरोरवच्छेदकत्वप्रसिद्धिस्तादृशबुद्ध गौरवज्ञानस्य यदि विरोधित्वं स्यात्तदा मानाभावाद् गुरोरवच्छेदकत्वं न स्यात् । न चैतदस्तीति भावः । નવ્યમત : ગૌરવજ્ઞાન જ્યારે હોય છે ત્યારે પણ ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ' એવી પ્રતીતિ તો થાય છે. અર્થાત્ કમ્બુગ્રીવાદિમત્ત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ પ્રતીતિ થાય છે. એજ બતાવી આપે છે કે ગુરૂધર્મ પણ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે. ‘કમ્બુગ્રીવાદિમાન્નાસ્તિ'એ પ્રતીતિ, ગુરૂધર્મ અવચ્છેદક બને, એની સાધક નથી કેમકે ગુરૂધર્મને જે અનવચ્છેદક માને છે તેઓ પણ તે પ્રતીતિ ભ્રમાત્મક થાય છે એમ અવચ્છેદકત્વનિરુક્તિ - ૧૧૦
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy