SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 88 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી .(विवक्षितः) पुरुषः क्षतिकर्तृत्वाभाववान् बुद्धिमत्त्वात् પ્રસ્તુતમાં પણ, સત્તાને ઉદ્દેશીને પરત્વનું વિધાન કરવું છે, તેથી સત્તાના વિશેષણ તરીકે આવેલpવ્યાવિત્રિવૃત્તિત્વ હેતુનું કામ કરે છે. એટલે કે સત્તા પર (રત્વવતી), દ્રવ્યાિિત્રવૃત્તિત્વીત (એક વાત ખ્યાલમાં લેવા જેવી છે કે – દ્રવ્યાવિત્રિવૃત્તિ સત્તા, વુદ્ધિમાન પુરુષ: આવા બધા પ્રયોગોમાં સંસ્કૃત ભણતી વખતે દ્રવ્યાવિત્રિવૃત્તિ, વૃદ્ધિમાન અને વિશેષણ તરીકે ઓળખતા હતા. પણ ન્યાયની પરિભાષામાં આવા સ્થળોએ દ્રવ્યાવિત્રિવૃત્તિત્વ, બુદ્ધિમત્ત ને વિશેષણ મનાય છે. “વૃદ્ધિમાન તો પુરુષ પોતે જ છે, એમાં રહેલું વૃદ્ધિમત્ત્વ એની વિશેષતા છે, માટે એ એનું વિશેષણ છે” આવી નૈયાયિકોની દલીલ છે.) દ્રવ્યત્વ પૃથ્વી આદિ નવે દ્રવ્યોમાં રહેલ છે. સત્તા નવે દ્રવ્યો ઉપરાંત ગુણ અને કર્મમાં પણ રહેલ છે. પૃથ્વીત્વ માત્ર પૃથ્વી દ્રવ્યમાં રહેલું છે. એટલે સત્તાની અપેક્ષાએ દ્રવ્યત્વ અલ્પદેશવૃત્તિ છે. વ્યાપ્ય છે ને તેથી અપર છે. પૃથ્વીત્વની અપેક્ષાએ દ્રવ્યત્વ અધિક દેશવૃત્તિ છે. વ્યાપક છે ને તેથી પર છે. આ રીતે વચલી જાતિઓમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ પરત્વ ને અપરત્વ બંને આવી શકે છે. ૮-૯ો. (.) અન્યો નિત્યક્રવ્યવૃત્તિવિશેષ: પર્તિતઃ | ૨૦ || (मु.) विशेषं निरूपयति - अन्त्य इति । अन्ते = अवसाने वर्तते इत्यन्त्यः, 'यदपेक्षया विशेषो नास्तीत्यर्थः । 'घटादीनां व्यणुकपर्यन्तानां तत्तदवयवभेदात्परस्परं भेदः, परमाणूनां परस्परं भेदसाधको विशेष एव, स तु स्वत एव व्यावृत्तः, तेन तत्र विशेषान्तरापेक्षा नास्तीत्यर्थः ॥ १० ॥ (વિશેષનું નિરૂપણ) (ક.) નિત્યદ્રવ્યમાં રહેલો અન્ય પદાર્થ “વિશેષ' કહેવાયો છે. (મુ.) ૧૦મી કારિકાના ઉત્તરાર્ધમાં વિશેષનું નિરૂપણ કરે છે. અંતે રહેલો હોય તે અન્ય કહેવાય. એટલે કે જેની અપેક્ષાએ કોઈ બીજો વિશેષ નથી એવો અર્થ જાણવો. (તે આ રીતે) ઘટથી લઈને વ્યક સુધીના દ્રવ્યોનો પરસ્પર ભેદ તે તેના અવયવોનો ભેદ હોવાના કારણે હોય છે. પરમાણુઓનો પરસ્પર ભેદ કરનાર વિશેષ જ છે. અને એ વિશેષ તો સ્વતઃ જ વ્યાવૃત્ત છે. તેથી તત્ર=વિશેષની વ્યાવૃત્તિમાં બીજા કોઈ વિશેષની અપેક્ષા હોતી નથી. એ પ્રમાણે અર્થ છે. (વિ.) (નિ:સામાન્યત્વેતિસામાચિમિન્નત્વેસતિસમવેતāઆ વિશેષનું લક્ષણ છે. જે નિસામાન્ય(જાતિશૂન્ય) છે, સામાન્ય ભિન્ન છે અને સમવેત છે...આવો પદાર્થ વિશેષ છે. પદકૃત્ય - ઘટ વગેરે સામાન્યભિન્ન પણ છે ને કપાલાદિમાંસમવેત પણ છે. એટલે એમાં અતિવ્યાપ્તિના વારણ માટે નિઃ સામચિત્વ... ઘટત્વાદિજાતિઓ નિઃસામાન્ય પણ છે ને સમવેત પણ છે. તેથી એમાં અતિના વારણ માટે સામાન્યમિત્રત્વ... ઘટાભાવાદિ નિઃસામાન્ય પણ છે ને સામાન્યભિન્ન પણ છે. તેથી એમાં અતિના વારણ માટે સમતત્વ....) (૧) દેશના અંતભાગે રહેલ, કાળના અંતભાગે રહેલ... એવો બધો અર્થન પકડાઈ જાયને સ્વતોવ્યાવૃત્તત્વ અર્થ સિદ્ધ થાય એ માટે “અંત્ય’ શબ્દની વ્યુત્પત્તિ આપી એનો અભિપ્રેત અર્થ યક્ષયા ઇત્યાદિ દ્વારા જણાવ્યો છે. (૨) ‘સ્વતોવ્યાવૃત્તત્વ’ અર્થ શી રીતે પ્રાપ્ત થાય? એ પટાવીનાં ઇત્યાદિ દ્વારા સિદ્ધ કરી દેખાડે છે. તે આ રીતે જે બેનો ભેદ હોય તે કોઈ ને કોઈ લિંગથી જ્ઞાપ્ય હોય છે. જેમકે બે ઘડા કેમ જુદા છે? તો કે એના અવયવો (કપાલ) જુદા જુદા છે. હવે, બે કપાલ કેમ જુદા છે? તો કે એની કપાલિકાઓ જુદી જુદી છે... એમ યાવત્ બે વ્યણુકો કેમ જુદા છે? તોકે એના અવયવભૂત પરમાણુઓ જુદાજુદા છે. હવે પ્રશ્ન થાયકે યોગીઓને બેપરમાણુઓ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy