SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયોનું નિરૂપણ 89 પણ એમના પ્રત્યક્ષમાં જુદા-જુદા દેખાય છે. તો બે પરમાણુઓ કેમ જુદા જુદા છે? (અહીં, ‘તો કે તેના અવયવો જુદા જુદા છે' એમ કહી શકાતું નથી, કારણ કે પરમાણુ નિરવયવ છે) . તેથી આ ભેદ પાડનાર તરીકે ‘વિશેષ નામના પદાર્થની કલ્પના (અનુમાન) કરવી પડે છે. ___ परमाणुद्वयभेदः किञ्चिल्लिङ्गज्ञाप्यः, भेदत्वात्, घटद्वयभेदवत् . (૩) પ્રમ્બઃ બે પરમાણુઓના વિશેષો જુદા જુદા છે માટે એ બેનો ભેદ છે. તો હવે પ્રશ્ન થશે કે બે વિશેષો જો જુદા જુદા છે તો એનો ભેદ કરનાર કોણ? ઉત્તરઃ એનો ભેદ કરનાર કોઈ અન્ય પદાર્થ નથી. એ સ્વતો વ્યાવૃત્ત છે. આશય એ છે કે બે ઘડાનો ભેદ કપાલભેદના કારણે છે, કપાલદ્વયભેદ કપાલિકાભેદના કારણે છે... એમ પરમાણુદ્ધયભેદ વિશેષભેદના કારણે છે. આમ આ બધા ભેદો અન્ય અન્યના કારણે છે, માટે આ પદાર્થો પરતો વ્યાવૃત્ત છે. હવે જો વિશેષોનો ભેદ કરનાર પદાર્થ તરીકે કોઈ અન્ય પદાર્થ માનીએ તો અનવસ્થા ચાલશે... અર્થાત્ પરમાણુઓનો ભેદક વિશેષ, વિશેષોનો ભેદક વળી કોઈ અન્યપદાર્થ... એ પદાર્થનો ભેદક વળી કોઈ અન્ય સ્વતંત્ર પદાર્થ... આવી પાર વિનાની પરંપરા ચાલશે.. વળી એક બીજી વાત-કોઈ પણ પદાર્થની જ્યારે અનુમાન દ્વારા સિદ્ધિ થતી હોય ત્યારે તેમાં લાઘવ લાવવું જોઈએ. જેમ કે ઈશ્વરની જગત્કર્તા તરીકે સિદ્ધિ કરી ત્યારે તેને એક ને નિત્ય માનવામાં લાઘવ હોવાથી એવો માન્યો, એમ પ્રસ્તુતમાં પરમાણુઓની વ્યાવૃત્તિ કરનાર વિશેષોને સ્વતો વ્યાવૃત્ત માનીએ પોતે જ પોતાની વ્યાવૃત્તિ-ભેદ કરનાર) તો વ્યાવર્તક (ભેદક) તરીકે બીજા કોઈની કલ્પના ન કરવી પડવાનું લાઘવ થાય છે. માટે વિશેષને સ્વતો વ્યાવૃત્ત મનાયો છે. અર્થાત્ એનો ભેદ કરવા માટે અન્ય કોઈ પદાર્થની અપેક્ષા હોતી નથી. (શંકા પરમાણુના ભેદક તરીકે વિશેષનેમાની પછી વિશેષને સ્વતો વ્યાવૃત્ત માનો છો, તો તેના કરતાં પરમાણુને પોતાને જ સ્વતોવ્યાવૃત્ત માની લ્યો ને. જેથી વિશેષ' નામનો નવો પદાર્થ ન માનવાનું લાઘવ થાય. સમાધાનઃ હંમેશા પદાર્થની જે રીતે સિદ્ધિ થતી હોય એ રીતે લાઘવતર્કથી એમાં ધર્મોની સિદ્ધિ થઈ શકે. મન ફાવે તે બધા ધર્મોની નહીં. પરમાણુની સિદ્ધિ આવા અનુમાનથી કરાય છે કે - વ્યપુર્વ સવિયવ, નચદ્રવ્યત્વત, વટવદ્ આ જે અવયવો સિદ્ધ થાય છે એને “પરમાણુ' નામ આપવામાં આવ્યું છે. આમ પરમાણુની સિદ્ધિ અવયવ તરીકે થઈ છે. તેથી હવે આગળ એના પણ અવયવો માનવા કે નહીં? એ પ્રશ્ન આવે છે ને તેથી લાઘવ-અનવસ્થાપરિવાર માટે એના અવયવો મનાતા નથી. પણ, એની સિદ્ધિ વ્યાવર્તક તરીકે નથી થઈ.તેથી આગળ, એના વ્યાવર્તક માનવા કે નહીં? એવો પ્રશ્ન ઊઠતો ન હોવાથી એનો કોઈ વ્યાવર્તક નથી એમ કલ્પી શકાય નહીં. માટે લાઘવતર્કથી એમાં સ્વતોવ્યાવૃત્તત્વની કલ્પના થઈ શકતી નથી. ત્યારબાદ જ્યારે વ્યાવકત્વની વિચારણા ચાલે ત્યારે પણ એ સિદ્ધ થઈ શકે નહીં. કારણ કે જે દ્રવ્યની નિત્ય-નિરવયવ તરીકે સિદ્ધિ થઈ છે એમાં જ સ્વતોવ્યાવર્તત્વ ધર્મ પણ રહેલો છે એવું માનવામાં કોઈ પ્રમાણ નથી.) (વ.) ઘટીનાં પાતાલી દ્રવ્યપુ ગુર્નો : I તેવું નરેશ સમ્બન્ધઃ સમવાયઃ પ્રર્તિતઃ | ૨૨ | (मु.) समवायं दर्शयति-घटादीनामिति । अवयवावयविनोः, जातिव्यक्त्योः , गुणगुणिनोः, क्रियाक्रियावतोः, नित्यद्रव्यविशेषयोश्च यः सम्बन्धः स समवायः । समवायत्वं नित्यसम्बन्धत्वम् । तत्र प्रमाणं तु, गुणक्रियादिविशिष्टबुद्धिः विशेषणविशेष्यसम्बन्धविषया, विशिष्टबुद्धित्वात्, ‘दण्डी पुरुषः' इति बुद्धिवद्-इत्यनुमानेन संयोगादिबाधात् समवायसिद्धिः।
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy