SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરકર્તુત્વવાદ જ રહેવાનો. સમવાયસંબંધથી એ ધ્વસ્ત થયો અને સંયોગથી હજુ ઊભો છે આવું બની શકતું નથી, આવુંજ ઘટપ્રાગભાવ માટે પણ છે. એટલે ધ્વંસ અને પ્રાગભાવની પ્રતિયોગિતા કોઈ ચોક્કસ સંબંધથી નિયંત્રિત ન હોવાથી સંબંઘાવચ્છિન્ન હોતી નથી. એટલે સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક વિનાભાવ તરીકે વિદનનો અત્યંતાભાવ જ લઈ શકાય છે. વિજ્ઞવૅસ નહીં. માટે મુક્તાવલીમાં વિખત્યિન્તામાવાવ સમાપ્તિસાધનમ્ એમ કહ્યું છે. અને આમાં કારણ તરીકે જે પ્રતિવર્ધસંસમાવચૈવ વાર્થનન–ીતુ એમ કહ્યું છે એનો અર્થપ્રાગભાવ વગેરે ત્રણેને સાંકળી લે એવો પ્રસિદ્ધ સંસર્ગાભાવના સમજવો, પણ સંસર્ગાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ એવો સમજવો. એવા અભાવ તરીકે ધ્વસ આવી શકતો નથી એ જોઈ ગયા. પ્રતિબંધક જે સંબંધથી પ્રતિબંધ કરે છે તત્સંબંધાવચ્છિન્ન એનો અભાવ જ કાર્યજનક બને છે એ આપણે વિચારી ગયા છીએ. ત્યં ૨... વગેરે પંક્તિનો અર્થ આવો સમજવો - નાસ્તિકાદિના ગ્રંથોમાં જન્માન્તરીયમંગળજન્ય દુરિતધ્વસસામગ્રીપ્રયુક્ત વિનાભાવ હોય છે કે સ્વતઃસિદ્ધ વિનાભાવ હોય છે ને તેથી સમાપ્તિ થાય છે. માટે વ્યભિચારદોષ રહેતો નથી. વિજ્ઞાભાવ અને સમાપ્તિનો આત્મનિષ્ઠપ્રત્યાત્તિથી કાકાભાવ આવો થશે. विघ्नाभावत्वावच्छिन्नविशेषणतासंबंधावच्छिन्नकारणतानिरूपितसमाप्तित्वावच्छिन्न - स्वप्रतियोगिचरमवर्णानुकूलकृतिमत्त्वसंबंधावच्छिन्नकार्यता । (मु.) संसारेति । 'संसार एव महीरुहः=वृक्षस्तस्य बीजाय 'निमित्तकारणायेत्यर्थः । एतेन ईश्वरे प्रमाणमपि दर्शितं भवति, तथाहि - यथा घटादिकार्यं कर्तृजन्यं तथा वित्यकुरादिकमपि, न च तत्कर्तृत्वमस्मदादीनां संभवतीत्यतस्तकर्तृत्वेनेश्वरसिद्धिः। न च शरीराजन्यत्वेन कर्तीजन्यत्वसाधकेन सत्प्रतिपक्ष इति वाच्यम्, अप्रयोजकत्वात् । मम तु कर्तृत्वेन कार्यकारणभाव एवानुकूलस्तर्कः । “द्यावाभूमी जनयन्देव एको विश्वस्य कर्ता भुवनस्य गोप्ता" इत्यादय आगमा अप्यनुसन्धेयाः ॥ (ઈશ્વરકર્તુત્વવાદ) (મુ) "સંસાર એ જ વૃક્ષ, તેના બીજરૂપ [શ્રીકૃષ્ણને નમસ્કાર હો અહીં બીજરૂપ જે કહ્યા એનો અર્થ નિમિત્ત કારણભૂત એવો સમજવો. આનાથી (શ્રીકૃષ્ણને સંસારના નિમિત્તકારણભૂત કહ્યા એનાથી) ઈશ્વરમાં પ્રમાણ પણ આપેલું સમજવું. તે આ રીતે - જેમ ઘટાદિ કાર્ય કર્તજન્ય હોય છે તેમ ક્લિયંકરાદિ કાર્ય પણ (કજન્ય હોય છે.) *વળી તેનું ( ક્ષિયંકુરાદિનું) કતૃત્વ આપણામાં સંભવતું નથી, તેથી તેના કર્તા તરીકે (આપણા બધાથી વિલક્ષણ એવા) ઈશ્વરની સિદ્ધિ થાય છે. (“જે શરીરાજન્ય હોય છે તે કર્તાથી અજન્ય હોય છે, જેમ કે આકાશ. આવી વ્યાપ્તિના બળે જણાય છે કે શરીરાજન્યત્વ એ કર્નજન્યત્વસાધક હેતુ છે. ને એ ફિયંકુરાદિમાં પણ રહેલ છે. તેથી તમારા ‘ક્ષિચંકુરાદિ કર્ણજન્ય હોય છે, કારણ કે કાર્યરૂપ છે, જેમ કે ઘટ’ આવા અનુમાનમાં) કર્ણજન્યત્વસાધક શરીરાજન્યત્વ હેતુ દ્વારા સત્પતિપક્ષ નામનો હેત્વાભાસદોષ રહેલો છે.” આવું ન કહેવું, કારણ કે શરીરાજ – હેતુ અાયોજક છે (અર્થાત્ અનુકૂલતર્કરહિત છે.) “મારા અનુમાનમાં તો કર્તુત્વેન-કાર્યત્વેન કાર્યકારણભાવ એ જ અનુકુલ તર્ક છે. (અર્થાત્ જો ફિયંકુરાદિને વગર કર્તાએ થયેલા કાર્યરૂપ માનશો તો આ કાર્ય - કારણભાવનો ભંગ થઈ જવાની આપત્તિ આવે. આમ અનુમાન દ્વારા ઈશ્વરની સિદ્ધિ થઈ. વળી એમાં) ઘાવાભૂમી જનયદેવ..ઇત્યાદિ આગમોનું પણ (ઈશ્વરની સિદ્ધિમાં) પ્રમાણ તરીકે અનુસંધાન કરવું. (વિ.) (૧) કારિકાવલીમાં નૂતન જલધરરુચવે વગેરે સામાસિક પદો હોવા છતાં એનો સમાસવિગ્રહમુક્તાવલીમાં કરી દેખાડ્યો નથી, તો સંસારમહીરુહસ્ય એવા પદનો વિગ્રહ શા માટે કરી દેખાડ્યો? આવો પ્રશ્ન ઊઠાવવાથી જવાબ મળે કે સંસારસ્ય મહીહ આવો ષષ્ઠીતપુરુષ સમાસ કોઈ કરી ન લે એ માટે. (૨) બીજ શબ્દ કાંઈ અપ્રચલિત નથી... છતાં બીજા શબ્દોનો અર્થ ન દર્શાવનાર મુક્તાવલીકારે એનો અર્થ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy