SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 68 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી તો વિનાયક સવપાઠજન્ય વિદનવંસ પણ પકડાઈ જવાથી વ્યભિચાર ઊભો રહે. કિન્તુ સ્વાવ્યવહે... ઇત્યાદિ સંબંધથી મંગળવિશિષ્ટવિદનવંસત્વેન વિદનāસને જ કાર્ય રૂપે લેવાયો છે. એટલે કે, मंगलत्वावच्छिन्नकारणतानिरूपितस्वाव्यवहितोत्तरक्षणोत्पत्तिकत्वसंबंधेन મંતિવિાિણવિખáત્વવિચ્છિન્નાર્યતા... આવો કાકo ભાવ છે. આમાં કાર્યતાવચ્છેદકમાં ઘણું ગૌરવ હોવું સ્પષ્ટ છે. એટલે લાઘવ થાય એ માટે તણારણિમણિન્યાયે વિદનવંસના ત્રણ પેટા ભેદ માની એ દરેકના તે તે ધર્મવિશેષને કાર્યતાવચ્છેદક માનવાની અહીં વાત કરી છે. એટલે મંગળજન્ય વિદનવ્વસમાં એક ઝ નામનો એવો વિલક્ષણ ધર્મ છે જે સ્તવપાઠાદિજન્ય વિદનāસમાં નથી. તેથી મંગળના કાર્યરૂપ જે વિદનäસ છે એનો કાર્યતાવચ્છેદક = ધર્મ બની જવાથી લાઘવ થશે. અર્થાત मंगलत्वावच्छिन्नकारणतानिरूपित 'अ'धर्मावच्छिन्नकार्यता... આ રીતે અલગ-અલગ કા કo ભાવો થશે. (૨) (શંકા - શિષ્ટગ્રંથકાર પણ સમાપ્તિની ઇચ્છાથી મંગળ કરે છે. એ ત્યારે જ સંભવે કે મંગળ વિજ્ઞધ્વસનું કારણ હોયને વિજ્ઞāસસમાપ્તિનું. પણ એ સંભવતું નથી. કારણકે સ્વતઃ સિદ્ધવિનાભાવવાળા ગ્રંથકારને વિજ્ઞધ્વસ થયો ન હોવા છતાં સમાપ્તિ તો થાય જ છે. તો આની સંગતિ ર્શી રીતે કરવી? આવી શંકાના સમાધાન માટે ગ્રંથકારે ફિન્નિ ... ઇત્યાદિ અધિકાર કહ્યો છે. એટલે કે કોઈક સમાપ્તિ પ્રત્યે વિનવ્વસ કારણ છે ને કો'ક સમાપ્તિ પ્રત્યે વિજ્ઞઅત્યંતાભાવ. (૩) “આ તો સમાપ્તિનાં કારણો અલગ - અલગ થઈ જવાથી અનુગમ (એકરૂપતા) નહીં રહે ” આવી શંકાના સમાધાન માટે ગ્રંથકારે પ્રતિબંધસંસમાવચૈવ ઇત્યાદિ કહ્યું છે. એટલે પ્રતિબંધકનો સંસર્ગાભાવ જોઈએ. વિદનધ્વંસ કે વિજ્ઞાભાવ આ બન્ને વિપ્નસંસર્ગાભાવ તો છે જ. (૪) નાસ્તિકાદિના સમાપ્ત થયેલા મંગળ શૂન્ય ગ્રન્થ અંગે, એના આત્મામાં વિઘ્ન માનવું, એનો ધ્વંસ માનવો ને એ ધ્વંસજનક તરીકે જન્માન્તરીય મંગળ માનવું... આ બધામાં ઘણું ગૌરવ હોવાથી ગ્રંથકારે સ્વતઃ સિદ્ધ... ઇત્યાદિ વિકલ્પ દર્શાવ્યો છે કે પહેલેથી એના આત્મામાં વિઘ્ન જ ન હોવાથી વિનસંસર્ગાભાવ છે ને તન્ય સમાપ્તિ થઈ એમ માનવું. (વિનાભાવ એ સમાપ્તિસાધન) (અથવા, આ વિ... ઇત્યાદિ પંક્તિઓ બીજી રીતે પણ બેસાડી શકાય.) તોફાની પુત્ર ચાકડા પર બેસી જાય તો કુંભાર ઘડો બનાવી શકતો નથી. એટલે જણાય છે કે પુત્ર ઘટ પ્રત્યે પ્રતિબંધક છે. એટલે કે પુત્રાભાવ ઘટનું કારણ છે. હવે જ્યારે પુત્ર ચાકડા પર બેઠો છે ત્યારે પણ સમવાયસંબંધથી તો પુત્રનો અભાવ છે જ. છતાં ઘટકાર્ય થતું નથી. એટલે નિશ્ચિત થાય છે કે જે સંબંધથી વિદ્યમાન પ્રતિબંધક, કાર્યનો પ્રતિબંધ કરે, તત્સંબંદ્યાવચ્છિન્નપ્રતિયોગિતા, તેનો અભાવ જ કાર્યનું કારણ બને છે. પ્રસ્તુતમાં અશુભઅદષ્ટ (અધર્મ) એ સમાપ્તિ પ્રત્યે પ્રતિબંધક છે, ને એ આત્મગુણ હોવાથી આત્મામાં સમવાયસંબંધથી રહીને સમાપ્તિનો પ્રતિબંધ કરે છે. તેથી સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક વિનાભાવ જ પ્રતિબંધકાભાવરૂપે સમાપ્તિનું કારણ બની શકે. હવે કોઈ પણ વસ્તુનો અત્યંતભાવ જેમ અમુક ચોક્કસ સંબંધથી હોય છે એવું ધ્વંસ કે પ્રાગભાવ માટે નથી. એટલે કે ભૂતલ પર ઘડો સમવાયસંબંધથી ન હોવા છતાં સંયોગસંબંધથી હોય પણ ખરો. માટે એ વખતે રહેલા અભાવની પ્રતિયોગિતા સમવાયસંબંધાવચ્છિન્ન કહેવાય. પણ ધ્વસ્ત થયો એટલે બધા સંબંધથી એનો અભાવ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy