SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 66 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી છે. (‘પણ તો પછી, મંગલથી વિશ્વધ્વંસ થશે જ એવો નિર્ણય ન રહેવાથી કોઈ એનું આચરણ નહીં કરે એવી શંકાનું સમાધાન એ છે કે, વિદનની શંકા (=સંભાવના) થી જ તેનું (=મંગલનું) આચરણ કરવામાં આવતું હોય છે, (નહીં કે વિનના નિશ્ચયથી), (તે પણ એટલા માટે કે) તેવો જ શિષ્ટાચાર છે. “પણ, જો મંગલ નિષ્ફળ જતું હોય તો તેનું (=મંગલનું) બોધક વેદ (વાક્ય) અપ્રમાણ બની જવાની આપત્તિ આવશે” એવું પણ ન કહેવું, કારણ કે “વિપ્ન હોય તો મંગલથી વિશ્વધ્વંસ થાય' એ રીતે જ વેદમાં જણાવેલું છે. તેથી જ, (‘મારાથી પાપ થઈ ગયું') એવા પાપના ભ્રમથી (એ પાપના નાશ માટે) કરાયેલું પ્રાયશ્ચિત્ત નિષ્ફળ જતું હોવા છતાં તેનું (=પ્રાયશ્ચિત્તનું) બોધક વેદ (વાક્ય) અપ્રમાણ ઠરતું નથી, (કારણ કે ત્યાં પણ પાપ હોય તો જ પ્રાયશ્ચિત્તથી પાપનાશ થવાનું વેદવાક્ય જણાવે છે.) (વિ.) નવ્યો કહે છે કે મંગળનું વિધ્વધ્વંસ એ જ ફળ છે, અર્થાત્ મંગળ વિનવ્વસનું જ કારણ છે, સમાપ્તિનું નહીં. (પણ તો પછી સમાપ્તિ શેનાથી થશે ?) સમાપ્તિ બુદ્ધિપ્રતિભા-પ્રતિબધેકાભાવ વગેરે કારણ સામગ્રીથી પેદા થાય છે. (દ્વારથી દ્વારી અન્યથાસિદ્ધ?) (પ્રાચીન ને. - મંગળ તો વિદનવંસજનક જ છે વિદનવંસ કરીને એ ચરિતાર્થ થઈ જાય છે, સમાપ્તિ પ્રત્યે એ અન્યથાસિદ્ધ છે. આવું તમે જે કહો છો એ રીતે તો તમે આ પણ કહી શકશો કે દાન તો માત્ર પુણ્યજનક જ છે, એને સ્વર્ગજનક પણ માનવામાં ગૌરવ થાય છે. તથા દંડ તો માત્ર ભ્રમિજનક જ છે, એને ઘટજનક પણ માનવામાં ગૌરવ થાય છે. એટલે કે સ્વર્ગ પ્રત્યે દાન ને ઘટ પ્રત્યે દંડ અન્યથાસિદ્ધ થઈ જાય. આ તો જ્યાં જ્યાં દ્વાર (=વ્યાપાર) હશે ત્યાં ત્યાં તારી (વ્યાપારી) અન્યથાસિદ્ધ થઈ જશે. પણ અવું યોગ્ય નથી. કારણ કે દાનને સ્વર્ગ પ્રત્યે ને દંડને ઘટ પ્રત્યે કારણ માન્યું જ છે. એટલે નક્કી થાય છે કે ન હિ વ્યાપારેખ વ્યાપારનો ચારદ્ધિઃ મંગળ પણ સમાપ્તિ પ્રત્યે વ્યાપારી છે ને વિદનદધ્વસ એનો વ્યાપાર છે. તેથી સમાપ્તિ પ્રત્યે મંગળ વિદ-ધ્વસથી અન્યથાસિદ્ધ છે એવું કહી શકાય નહીં. નવ્યર્નં. : જે વ્યાપારીની કારણતા પ્રમાણસિદ્ધ હોય એ જ વ્યાપારી, વ્યાપારથી અન્યથાસિદ્ધ થઈ શકતો નથી. આશય એ છે કે જેના કારણતા નિશ્ચિત થઈ ગયેલી છે ને વચ્ચે દ્વારા માન્યા વિના એ સંગત થઈ શકતી નથી ત્યાં ત્યાં દ્વારની કલ્પના કરી વ્યાપારીને કારણ તરીકે માનવું જ પડે છે. પણ જેની કારણતા હજ પ્રમાણથી નિશ્ચિત થયેલી નથી ને છતાં એ કારણતાની સંગતિ કરવા માટે વચ્ચે કોઈધાર માનવું પડે છે, તો બહેતર છે કે એ વચલા માધ્યમને જ કારણ તરીકે નિશ્ચિત કરી પેલા વિવક્ષિત વ્યાપારીને અન્યથાસિદ્ધ માની લેવો. તેથી વિવક્ષિત કાર્ય પ્રત્યે વચલા માધ્યમને જ જનક માનવાનું છે, વ્યાપારીને પણ જનક માનવાનું ગૌરવ ન થાય, તેથી જ તમેવ વિત્વિાતિમૃત્યુતિનાચ ન્યાવિદતેડાનાય' એ શ્રુતિથીતત્ત્વજ્ઞાનની કારણતા નિશ્ચિત થયેલી હોવાથી, ‘ામાનુ.” આવી શ્રુતિના અર્થ તરીકે કાશીમરણને મુક્તિનું કારણ નથી કહેવાયું, પણ પ્રયોજક જ કહેવાયું છે. અર્થાત્ કાશીમરણથી તત્ત્વજ્ઞાન થાય છે. ને મુક્તિ તો તત્ત્વજ્ઞાનથી જ થાય છે. એમ જણાવીને મુક્તિ પ્રત્યે કાશીમરણને અન્યથાસિદ્ધ કહેવાયું છે. દાનમાં સ્વર્ગની કારણતા ને દંડમાં ઘટની કારણતા ક્રમશઃ આગમથી ને લોકથી નિશ્ચિત થયેલી છે. માટે એ બે પુણ્ય કે ચક્રભ્રમણ દ્વારા અન્યથાસિદ્ધ થઈ શકતા નથી. પણ મંગળમાં સમાપ્તિની કારણતા છે કે નહીં એની તો હજુ ચર્ચા ચાલી રહી છે. નિશ્ચય થયો નથી. તો મંગળને માત્ર વિદનદધ્વસ પ્રત્યે કારણ માની લેવું એમાં લાઘવ છે, કારણ કે એને સમામિ પ્રત્યે કારણ માનવામાં પણ, વિદનવંસ પ્રત્યે કારણ તો માનવું જ પડે છે. તેથી, મંગળ વિદનāસ પ્રત્યે જ કારણ છે, ને સમાપ્તિ પ્રત્યે તો અન્યથાસિદ્ધ છે એવું માનવામાં ‘દ્વારથી દ્વારી અન્યથાસિદ્ધ ન થાય' એવા નિયમનો ભંગ ન હોવાથી કોઈ દોષ નથી.) (૧) સ્વતઃ સિવિMવિરહવાન ગ્રંથકારે કરેલું મંગળ નિષ્ફળ જાય એ અમને ઇષ્ટાપત્તિરૂપ એટલા માટે છે કે એ નિષ્ફળ જવા માત્રથી વિનવ્વસ પ્રત્યેની એની કારણતા ઊડી જતી નથી. આશ્ય એ છે કે કારણો બે પ્રકારનાં છે. સ્વરૂપયોગ્ય અને ફ્લોપધાયક. રૂતરફRાસમવધાને યાર્થબનતસ્વરૂપયોથે રમ્... ઇતરકાર સામગ્રી મળી જવા પર જે અવશ્ય પોતાનું કાર્ય કરી આપે તે સ્વરૂપયોગ્યકારણ. ઇતરસામગ્રીસમવહિત થયેલું આ જ સ્વરૂપયોગ્યકારણ અવશ્ય ફળોપધાયક (ફળોત્પાદક) બની જ જાય છે. માટે ત્યારે એ ફળોપઘાયક કહેવાય છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy