SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ-નવ્યમત 65 અન્વયવ્યભિચાર ઊભો જ રહ્યો. અથવા બીજી રીતે શંકા : ગ્રંથારંભે મંગલ કરવામાં આવે છે ને સમાપ્તિ તો કેટલાય દિવસો બાદ થાય છે. તેથી મંગળ સમાપ્તિને અવ્યવહિતપૂર્વવર્તી ન હોવાથી એનું કારણ શી રીતે કહેવાય ? આવી શંકાનું સમાધાન આપવા વિઘ્નધ્વંસસ્તુ...ઇત્યાદિ અધિકાર છે.) (૪) સમાધાન : વિઘ્નધ્વંસ એ મંગલનું દ્વાર છે. એટલે કાદંબરી વગેરેમાં આ દ્વારનું સંપાદન થયું ન હોવાથી સમાપ્તિ ન થઈ. અર્થાત્ જે મંગળ વિઘ્નધ્વંસ નામના દ્વારને પેદા કરી શકે એ મંગળ જ વિઘ્નધ્વંસ દ્વારા થનારી સમાપ્તિનું કારણ બની શકે છે. કાદંબરી વગેરેમાં આવું મંગળ સ્વરૂપ કારણ જ વિદ્યમાન ન હોવાથી સમાપ્તિ રૂપ કાર્ય ન થયું, ને તેથી અન્વય વ્યભિચાર રહેતો નથી. (બીજી શંકાનું સમાધાન – મંગલ સાક્ષાત્ સમાપ્તિને અવ્યવહિતપૂર્વવર્તી ન હોવા છતાં વિઘ્નધ્વંસ દ્વારા તેવું છે જ, માટે એ કારણ હોવામાં કશો વાંધો નથી.) [શંકા : મંગળ આત્મામાં રહે છે જ્યારે સમાપ્તિ ગ્રંથમાં રહે છે તો બન્નેનો કાર્યકારણભાવ શી રીતે માનવો? સમાધાન ઃ તમારી વાત સાચી છે, કાર્ય અને કારણ બન્ને એક અધિકરણમાં રહ્યા હોવા જોઈએ. એટલે આ બન્નેને આત્મામાં લઈ જઈએ તો આત્મનિષ્ઠ પ્રત્યાસત્તિથી કાર્યકારણભાવ મળે. મંગળ તો આશ્રયતા સંબંધથી આત્મામાં રહ્યું જ છે. ગ્રંથકાર ચરમવર્ણ ઉચ્ચારે એટલે ગ્રંથ સમાપ્ત થાય છે. પણ શબ્દ ક્ષણિક હોવાથી ચરમવર્ણનો તૂર્ત ધ્વંસ થઈ જાય છે. માટે સમાપ્તિ ચરમવર્ણ ધ્વંસ રૂપ છે. એને આત્મામાં રાખવી છે. તેથી પ્રશ્ન પૂછવાનો કે આવી સમાપ્તિ (રહેનાર) માટે આત્મા (રાખનાર) શું છે ? તો કે સ્વ (=સમાપ્તિ = ચરમવર્ણધ્વંસ) નો પ્રતિયોગી જે ચરમવર્ણ તદનુકૂલ કૃતિમાન્ છે. તેથી, સ્વપ્રતિયોશિષમવર્ષાનુનતિમત્ત્વસમ્પન્થેન સમાપ્તિ આત્મામાં રહેશે. એટલે ટૂંકમાં કાર્યકારણભાવ આવો થશે - મંત્તત્વાવચ્છિન્નઆશ્રયતાસંબંધાવચ્છિન્નારળતાનિ વિતસમાપ્તિત્વાવચ્છિન્નस्वप्रतियोगिचरमवर्णानुकूलकृतिमत्त्वसंबंधावच्छिन्नकार्यता ।] [મંગલ દિનધ્વંસ દ્વારા સમાપ્તિનું કારણ છે આવું પ્રાચીન નૈયાયિકો કહે છે. આમાં ઇત્યાહુઃ એમ કહીને ગ્રંથકારે પોતાનો અસ્વરસ (અરુચિ) દર્શાવ્યો છે. એનું કારણ એ છે કે મંગલ વિના જ ગ્રંથારંભ કરનારને વિઘ્ન આવ્યું, ભોગવી લીધું ને પછી ગ્રંથસમાપ્ત કર્યો. તો વ્યતિરેક વ્યભિચાર આવ્યો. વળી, ગ્રંથસમાપ્તિ કરનાર દરેક નાસ્તિકનો આત્મા પૂર્વભવમાં આસ્તિક હતો ને મંગળ કર્યું જ હતું એવું માનવું આવશ્યક બને છે. જ્યારે નવ્યનૈયાયિકોના મત મુજબ મંગળને સમાપ્તિનું કારણ માનવામાં ન આવે તો દરેક નાસ્તિકે પૂર્વભવે મંગળ કર્યું જ હશે એવું માનવાની આવશ્યકતા રહેતી નથી. જેને વિદન હતું જ નહીં કે હતું તે ભોગ વગેરે દ્વારા નષ્ટ થઈ ગયું એવા ગ્રંથકાર માટે જન્માન્તરીય મંગલ કલ્પવાની આવશ્યકતા રહેતી નથી. (એટલે એટલું લાઘવ થાય.) તથા મંગળને સમાપ્તિજનક માનવા માટે પણ વિદનધ્વંસજનક તો માનવું જ પડે છે, તો પછી માત્ર વિઘ્નધ્વંસજનક જ માનવામાં લાઘવ થાય. ગંગેશોપાધ્યાય વગેરે નવ્યનૈયાયિકોનો આ મત હવે ગ્રંથકાર જણાવે છે.] (भु.) नव्यास्तु मङ्गलस्य विघ्नध्वंस एव फलं समाप्तिस्तु बुद्धिप्रतिभादिकारणकलापात् । न चैवं स्वतः सिद्धविघ्न-विरहवता कृतस्य मङ्गलस्य निष्फलत्वापत्तिरिति वाच्यम्, इष्टापत्तेः । विघ्नशङ्कया तदाचरणात्, तथैव शिष्टाचारात् । न च तस्य निष्फलत्वे तद्बोधकवेदाप्रामाण्यापत्तिरिति वाच्यम्, सति विघ्ने तन्नाशस्यैव वेदबोधितत्वात् । अत एव पापभ्रमेण कृतस्य प्रायश्चित्तस्य निष्फलत्वेऽपि न तद्बोधकवेदाप्रामाण्यम् । (મંગલ - નવ્યમત) (મુ.) નવ્યનૈયાયિકો તો એમ કહે છે કે મંગલનું વિઘ્નધ્વંસ એ જ ફળ છે, સમાપ્તિ તો બુદ્ધિપ્રતિભા વગેરે કારણસામગ્રીથી ઉત્પન્ન થાય છે. આ રીતે (=વિઘ્નધ્વંસને જ જો મંગળનું કાર્ય માનશો) તો સ્વતઃ સિદ્ધવિઘ્નવિરહવાળા (=જેને પહેલેથી જ કોઈ વિઘ્ન નથી એવા) ગ્રંથકારે કરેલું મંગલ નિષ્ફળ જવાની આપત્તિ આવશે (કારણ કે એને વિઘ્ન જ ન હોવાથી, એના મંગલથી કોઈ વિઘ્નનો ધ્વંસ થતો નથી)'' આવું ન કહેવું, કારણ કે (એનું મંગલ નિષ્ફળ જાય) એ અમને ઇષ્ટ (=માન્ય) જ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy