SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વિઘાતપદની વિશેષતા 57 ઉલ્લેખ થયો હોય ત્યારે, માત્ર વિશેષ્યને જણાવવાના તાત્પર્યવાળાં હોય છે. અર્થાત્ એવે વખતે એ પદોનો અર્થ માત્ર વિશેષ્ય કરવો. (જેમ કે, “નાચ નાચે છે' આવો વાક્ય પ્રયોગ. આમ તો “નાચે છે' નો અર્થ જ નાચ કરે છે” એવો છે. છતાં જ્યારે “ના” શબ્દ અલગ પણ વપરાયો છે, ત્યારે નાચે છે' નો અર્થ માત્ર કરે છે એટલો જ કરવામાં રઘુવંશકાવ્યમાં ‘સ વહીવવૈતપૂઃ ” આવો શબ્દપ્રયોગ છે. અને અમરકોષમાં કીચક શબ્દનો અર્થ પવનથી ભરાયેલાં છિદ્રોવાળો વેણુ” એવો જણાવ્યો છે. હવે, “સ વહીવ...’ પ્રયોગમાં ‘વ’ શબ્દનો આવો આખો જ અર્થ લેવામાં આવે તો, “મારુતપૂર’ શબ્દો નિરર્થક નીવડે એ સ્પષ્ટ છે. મહાકવિના શબ્દો વ્યર્થ ન હોય. એટલે ત્યાં, કીચકનો અર્થ માત્ર વેણુ કરવામાં આવે છે. (આમાં “વેણુ' એ વિશેષ્ય છે, પવનથી પૂરાયેલાં છિદ્રો એ વિશેષણ છે. એવાં છિદ્રોયુક્ત વેણુ એ વિશિષ્ટ છે જેને “કીચક' શબ્દ જણાવે છે. પણ પ્રસ્તુતમાં, પવનથી પૂર્ણ છિદ્રો' એવા વિશેષણને જણાવનાર ‘મારુતપૂર્વેઃ ' શબ્દ પૃથ વપરાયો છે. તેથી કીચક શબ્દ માત્ર વિશેષ્ય સ્વરૂપ “ણું” ને જ જણાવે છે એવો અર્થ કરવામાં આવે છે. જો એનો જ અર્થ “પવનથી પૂર્ણ છિદ્રોવાળો વેણુ' એવો કરી દેવામાં આવે તો ‘મારુતપૂરજૈઃ ” એવું વિશેષણપદ નિરર્થક બની રહે એ સ્પષ્ટ છે.) પ્રસ્તુતમાં, “ઘાત' પદનો અર્થ “ધ્વંસ = ઉત્પત્તિવાળો અભાવ છે. પણ જ્યારે વિ' પદ પૃથર્ વપરાયું છે ત્યારે એ નિરર્થકનઠરે એ માટે ઘાત' નો અર્થમાત્ર વિશેષ્યસ્વરૂપ “અભાવ” કરવાનો છે અને વિ' નો અર્થ ‘ઉત્પત્તિમ’ કરવાનો છે, અર્થાત્ એ ઉત્પત્તિમત્ત્વ વિશેષણને જણાવે છે. તેથી ‘વિ' શબ્દ વ્યર્થ રહેતો નથી. વિદનવિઘાતક મંગળ એ ભાવસ્વરૂપ છે જે ઇષ્ટદેવતાસ્મરણાદિ રૂપે આત્મામાં થાય છે. એ રીતે સ્મરણાદિ કરી લેવાથી વિદનવિનાશ થઈ જાય, પણ શિષ્યોને ખબર ન પડી શકે કે ગુરુએ આ રીતે મંગલ કરીને ગ્રંથારંભ કર્યો છે. તેથી શિષ્યોને પણ એ ખબર પડે ને ભવિષ્યમાં તેઓ પણ આ રીતે મંગલ કરતાં શીખે એ માટે ગ્રંથકારે એનો શબ્દો રૂપે ઉચ્ચાર કરી ગ્રંથમાં સમાવેશ કરી દીધો છે.(સ્વર્તવ્યત્વેન વોઘઃ શિક્ષા) “આ મારું કર્તવ્ય છે” એવો બોધ એ “શિક્ષા' શબ્દનો અર્થ છે. (ા.) નૂતનગન રચવે નોપવધૂટતુqનવરાય ! तस्मै कृष्णाय नमः संसारमहीरुहस्य बीजाय ॥१॥ (मु.) ननु - मंगलं न विघ्नध्वंसं प्रति न वा समाप्तिं प्रति कारणं, विनापि मंगलं नास्तिकादीनां ग्रन्थे निर्विघ्नपरिसमाप्तिदर्शनाद् - इति चेत् ? (ક.) નવા વાદળ જેવી કાન્તિવાળા, ગોપાંગનાઓના વસ્ત્રને હરનારા તથા સંસારરૂપી વૃક્ષના નિમિત્તકારણભૂત તે શ્રીકૃષ્ણને નમસ્કાર થાઓ. (મુ) શંકા - મંગલ વિજ્ઞધ્વંસ કે સમાપ્તિ પ્રત્યે કારણ નથી, કારણ કે મંગલ વિના પણ નાસ્તિક વગેરેના ગ્રંથોમાં નિર્વિઘ્નપરિસમાપ્તિ થયેલી જોવા મળે છે. (વિ.) નવાં કાળાં ભમ્મર વાદળાં શીઘ વરસે છે. એમ શ્રીકૃષ્ણ પણ તૂર્ત ફળદાતા બને છે એવું જણાવવા અહીં શ્યામકાન્તિને જણાવવા નૂતનજલઘરની ઉપમા આપી છે. એમ “ગોપાંગનાઓના વસ્ત્ર હરનારા' એવું વિશેષણ પણ શ્રીકૃષ્ણની પ્રસન્નતાને જણાવવા દ્વારા વરદાયત્વને સૂચવે છે. (સિ. મુ. ના મંગલમાં પણ “લીલાતાંડવપંડિત’ વિશેષણ મહાદેવની પ્રસન્નઅવસ્થાને સૂચવવા દ્વારા શીઘકાર્યસિદ્ધિની સૂચના માટે જાણવું.) ગોપવધૂટીદુકૂલચૌરાય' વિશેષણનો અન્ય અર્થ પણ થઈ શકે છે કે, ગોકઇન્દ્રિયો, તેનું પાલન કરનાર આત્મા, તેની વહુ બુદ્ધિ, તેના દુકૂલ=તેના આ પંક્તિના અર્થનું વિવેચન કરતાં પહેલાં, ચાયના ગ્રંથોનો કે ન્યાયની શૈલિને અનુસરતા ગ્રંથોનો યથાર્થ અર્થ સમજવા માટેની કેટલીક મહત્ત્વની બાબતો જાણી લઈએ :
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy