SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 36 ન્યાયભૂમિકા તો નથી જ. માટે આ જે અન્વયે બોધ થાય છે એ શાબ્દબોધ છે. જેમકે પટમાન’ આમાં ૪ પદ . (૧) ઘર (૨) ગન (૩) મા+ની અને (૪) આજ્ઞાર્થનો પ્રત્યય. આમાં (૧), (૩) પ્રકૃતિ પદ અને (૨), (૪) પ્રત્યય પદ છે. ચારેય પદોથી ક્રમશ: નીચેના પદાર્થો ઉપસ્થિત થઈ જાય છે. : (૧) ઘડો (૨) કર્મત્વ (૩) આનયન ક્રિયા (૪) આદેશ. પણ આટલું સ્મરણ થવા માત્રથી કામ પતતું નથી. કારણકે કર્મત્વ ઘડામાં છે, એટલેકે ઘડોકર્મછે, વળીએઆનયનક્રિયાનું કર્મ છે ઇત્યાદિ જણાય તો જ વાક્યબોધ થાય છે. આવો તે તે પદાર્થોને સાંકળનાર સંબંધ (અન્વય) નો બોધ શાબ્દબોધથી થાય છે, શબ્દોના તેવા સામર્થ્યથી - પરસ્પરની મર્યાદા - આકાંક્ષાથી થાય છે. साकाङ्क्षपदयोः एकपदस्यार्थेऽपरपदस्यार्थः आकाङ्क्षाभास्यसंबंधेन अन्वेति । આમ પદાર્થો પદજખ્યપદાર્થોપસ્થિતિ રૂપ સ્મરણથી ભાસે છે, પણ બે સાકાંક્ષ પદોના બે પદાર્થોનો સંબંધ તો પદ વિના જ આકાંક્ષા માત્રથી ભાસે છે. ઘટમ પદથી ઘડો અને કર્મત્વ ઉપસ્થિત થયા. પણ “ઘટનિષ્ઠકર્મતા' માં નિષ્ઠત્વ સંબંધનું જ્ઞાન ક્યાંથી થયું? એ આકાંક્ષાથી થયું. પ્રકતિપદને પ્રત્યયપદની, ક્રિયાપદને કારકપદની, વિશેષણપદને વિશેષ્યપદની આકાંક્ષા છે. આ બધી આકાંક્ષાઓ નિયત થઈ ગયેલી છે. આ આકાંક્ષાથી પદાર્થો વચ્ચેના સંબંધનો બોધ થાય છે. વ્યુત્પત્તિવાદનું પ્રથમ વાક્ય છે: एक पदार्थेऽपरपदार्थसंसर्गः संसर्गमर्यादया (आकाङ्क्षया) भासते । અર્થ - એક પદના (મન ના) અર્થમાં (કર્મત્વમાં) અપરપદ (ઘટપદ) ના અર્થ (ઘડા) નો સંબંધ સંસર્ગમર્યાદા (આકાંક્ષા) થી ભાસે છે. બે પદ વચ્ચે જેવી આકાંક્ષા તે પ્રમાણે સંબંધ ભાસે. ઘટ પદાર્થમાં કારક્તા કઈ? એમ આકાંક્ષા ઊભી થઈ. તેથી જવાબ મળ્યો કે ‘મન’ પદના અર્થરૂપ કર્મ કારકતા. એમ, અમ પ્રત્યયનો અર્થ કર્મ–. એ ક્યાં રહે? એવી આકાંક્ષા ઊભી થઈ. એટલે કે કયા પ્રકૃતિપદના પદાર્થમાં રહે? એવી આકાંક્ષા ઊભી થઈ, કારણ કે પ્રકૃતિપદ-પ્રત્યય પદને પરસ્પર આકાંક્ષા છે. જવાબ મળશે કે ઘડામાં... આમ બે સાકાંક્ષપદોથી પદાર્થો ઉપસ્થિત થયા હોય તો તે બે પદાર્થો વચ્ચેનો સંબંધ તે આકાંક્ષાથી ભાસે છે. પણ. એના એ જ પદાર્થો જો અસાકાંક્ષપદોથી ઉપસ્થિત થયા હોય તો તેઓ વચ્ચેનો સંબંધ આકાંક્ષાથી ભાર અન્વયબોધ થતો નથી. એટલે કે શાબ્દબોધ થતો નથી. માત્ર પદાર્થોનું સ્મરણ થઈને અટકી જાય છે. - જેમ : “ઘટશર્મત્વ માનવન મહેશ” આવા શબ્દો કોઈ બોલે તો “ઘટમાનય” થી જે પદાર્થો ઉપસ્થિત થાય છે તે બધા જ આ શબ્દોથી થાય છે ખરાં. પણ “ઘટ’ અને ‘કર્મ–” પદ સાકાંક્ષ ન હોવાથી ઘટનિષ્ઠકર્મતા વગેરે રૂપે વચ્ચેનો સંબંધ ભાસતો નથી. અને તેથી અન્વય બોધ થતો નથી.' સામાન્યથી વિભક્તિપદનો અર્થ પ્રકૃતિપદના અર્થમાં રહે છે. દા. ત. પ૮ = નિર્મતા તેથી, નિષ્ઠત્વસંબંધેન પટવિશિષ્ટર્નત્વનું घटेन - घटनिष्ठकरणता... घटे - घटनिष्ठाधिकरणता નમો અરિહંતાણં માં અરિહંતોને નમસ્કાર એતો માત્ર અનુવાદ થયો. (ભાષાંતર થયું.) એ એનો પદાર્થ નથી “નમો’ શબ્દનો વાચ્યાર્થ-નમન ક્રિયા = અંજલિબદ્ધ પ્રણામ ક્રિયા. અરિહંત' શબ્દનો વાચ્યાર્થ સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્ય યુક્ત બિરાજમાન શ્રી તીર્થકર દેવો. તેથી આવા શ્રી તીર્થંકરદેવોને અંજલિબદ્ધ નમનક્રિયા કરવી એ આ વાચ્યાર્થ છે. શાબ્દબોધમાં પદજખ્યપદાર્થોપસ્થિતિ ઉપરાંત ૪ સાધન જોઈએ.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy