SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 28 ન્યાયભૂમિકા (૩) સત્પતિપક્ષ દેતોઃ સાપ્યામાવવ્યાત્વિક્તવત્વમ્ | જે પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવા માટે એક હેતુ અપાયો હોય તે જ પક્ષમાં સાધ્યાભાવની સિદ્ધિ કરી આપે એવો અન્ય હેતુ હોય તો આ દોષ આવે છે. આને પ્રકરણસમ પણ કહે છે. પ્રથમ હેતસાધ્યને વ્યાપ્ય હોઈ સાધ્યની સિદ્ધિ કરવા મથે છે જ્યારે બીજો હેતુ સાધ્યાભાવનેવ્યાપ્ય હોઈ સાધ્યાભાવની સિદ્ધિ કરવા મથે છે, અને તેથી બન્ને અટકી જાય છે, બેમાંથી એકેયના સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. બેમાંથી એકને બળવાન અને અન્યને નિર્બળ સિદ્ધ કરવામાં આવે તો જ પછી બળવાન હેતુ પોતે જેને વ્યાપ્ય હોય તેની સિદ્ધિ કરી આપે છે. આ બન્ને હેતુઓ એકબીજાના પ્રતિપક્ષ છે. માટે દોષને (સત્ = વિદ્યમાન) સત્પતિપક્ષ કહેવાય છે. આવા દોષવાળો હેતુ સત્પતિપક્ષિત કહેવાય છે. તેનું લક્ષણ - સાધ્યમવધત્વનો તિઃ સરિક્ષિતઃ | દા. ત. (૧) પર્વતો વચમાવવાનું પાષામયત્વાન્ ! આવા અનુમાનમાં જે સાધ્ય છે કે વર્ચભાવ તેના અભાવનો (એટલે કે વહ્નિનો) સાધક ધૂમ હેતુ પર્વત પર છે. पर्वतो वह्निमान् धूमात् માટે પાષાણમયત્વ હેતુ સત્પતિપક્ષિત થયો. (૨) શબ્દઃ નિત્ય , શ્રાવત્વિાતિ, શત્વવત...શ્રાવIā = શ્રવણેન્દ્રિયોવરત્વ (પ્રાઇવિં) વા | આમાં, જ્યાં જ્યાં શ્રાવણત્વ છે ત્યાં ત્યાં નિત્યત્વ એ અન્વય છે. શ્રાવણત્વ શબ્દત્વમાં છે, તો તેમાં નિત્યત્વ પણ છે જ (કેમકે શબ્દત્યએ જાતિ છે.) આમ તો, શ્રાવણત્વ શબ્દમાં પણ છે, પણ તેમ છતાં, એમાં હજુ નિત્યત્વકે અનિત્યત્વની સિદ્ધિ થઈ નથી, તેથી એનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. એ સિવાય તો જ્યાં જ્યાં શ્રાવણત્વ છે ત્યાં ત્યાં નિત્યત્વનો નિર્ણય છે જ. માટે અન્વયે મળી ગયો. એમ વ્યતિરેક પણ મળી જશે, જ્યાં જ્યાં નિત્યત્વ નથી ત્યાં ત્યાં શ્રાવણત્વ પણ નથી. નિત્યત્વાભાવ ઘટ-પટ વગેરેમાં નિર્ણાત છે, અને ત્યાં તો શ્રાવણત્વાભાવ છે જ, (શબ્દમાં નિર્ણત નથી. માટે તેનો ઉલ્લેખ કરવાનો નથી.) તેથી શ્રાવણત્વ, નિત્યત્વને વ્યાપ્ય છે. એવી વ્યામિ નિર્ભીત થવાથી ઉક્ત અનુમાન કરવું છે. પ્રશ્ન - શબ્દ તો શ્રવણગોચર હોઈ “શ્રાવણ' છે, માટે તેમાં શ્રાવણત્વ છે. પણ શું શબ્દવમાં પણ એ રીતે શ્રાવણત્વ છે ? ઉત્તર :- હા છે. એક નિયમ છે. यो येनेन्द्रियेण गृह्यते तद्गता जातिः तदभावश्च तेनैवेन्द्रियेण गृह्यते, नापरेण । ' જેનું જ્ઞાન જે ઇન્દ્રિયથી થઈ શકે, તે ઇન્દ્રિયથી જ તેમાં રહેલી જાતિ અને તેના અભાવનું જ્ઞાન થાય છે. અન્ય ઇન્દ્રિયથી નહિ. . ત. મધુરરસ જિહેન્દ્રિયગ્રાહ્ય છે, તો મધુરતા અને મધુરતાભાવ પણ જીભથી જ પ્રત્યક્ષ થઈ શકે. આંખોથી જોઈને જે કહેવાય છે કે આ કેરીમાં મીઠાશ નથી. ખટાશ છે. તે પ્રત્યક્ષ નથી, પણ તેનું રૂપ જોઈને થયેલું અનુમાન છે. પ્રશ્ન :- તદ્ગત જાતિનું પ્રત્યક્ષ તે જ ઇન્દ્રિયથી શી રીતે થાય ? ઉત્તરઃ- આ રીતે. દા. ત. સામે રહેલા ઘડાને આંખથી જોઈ ઘટઃ એવું જ્ઞાન થયું. આમાં સામે રહેલી વસ્તુનો ‘’ તરીકે ઉલ્લેખ થાય છે. આપણે આગળ જોઈ ગયા એ મુજબ જણાય છે કે આ જ્ઞાન, સામે રહેલી વસ્તુમાં રહેલા ઘટત્વ ધર્મને આગળ કરીને થયું છે. હવે, સામી વસ્તુમાં ધર્મો તો ઘણા છે, પણ એમાંથી ઘટત્વ ધર્મ આગળ થયો. એ આગળ ક્યારે થઈ શકે? જણાયો હોય તો જ, ન જણાયો હોય તો આગળ થઈ જ ન શકે. (જેમ કે એક વ્યક્તિને ઘડિયાળ શું ચીજ છે એ ખબર નથી, એની આગળ ઘડિયાળ ધરવામાં આવે તો પણ એ એને “કોઈ વસ્તુ છે' એ રીતે ઓળખી શકશે. પણ “આ ઘડિયાળ છે' એ રીતે નહિ. શા માટે ? કારણ, એમાં રહેલા ઘડિયાળત્વ ધર્મને એ પકડી જ શકતો નથી. એ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy