SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરસિદ્ધિ માટે આ ફિયંકુરાદિ સમગ્ર કાર્યોનો જે કર્તા સિદ્ધ થાય છે તે આપણા બધા કરતાં જુદો છે તેમ જ ઉપાદાનકારણભૂત પરમાણુ વગેરેના પ્રત્યક્ષજ્ઞાનવાળો છે એમ માનવું પડે છે. તાં વિલક્ષણ એવો આ કર્તા એ જ ઈશ્વર છે. માટે ઈશ્વરાત્મા સિદ્ધ થાય છે. પ્રશ્ન :- એને ઈશ્વરાત્મા કેમ કહો છો ? માત્ર ઈશ્વર કહો ને ? ઉત્તરઃ- કૃતિ એ આત્માનો ગુણ છે. કર્તા એટલે કૃતિમા... ઈશ્વર પણ જો કર્યા છે, તો કૃતિગુણવાળો એ છે જ. માટે એ “આત્મા’ પણ છે જ. स च एको नित्यश्चेत् तदा लाघवम् ।। પ્રશ્ન :- ઈશ્વરાત્મા સૃષ્ટિનું સર્જન કરીને પછી નષ્ટ થઈ ગયા. એમ માનો ને? નિત્ય માનવાની શી જરૂર ? ઉત્તર:- નિત્ય માનવામાં લાઘવ છે. જગત્ની સૃષ્ટિ અને સંહાર થયા કરે છે, એમાં જુદા જુદા ફેરફારો થયા કરે છે. દરેક વખતે નવો ઈશ્વરાત્મા ઉત્પન્ન થાય છે એવું માનવામાં ગૌરવ છે. માટે નિત્ય માનીએ છીએ. વળી ઈશ્વરો અનેક માનીએ, તો જગનું તંત્ર ખોરવાઈ જાય. એક ઈશ્વર એક ચીજ બનાવે તો બીજો એનો નાશ કરી નાખે ઇત્યાદિ ધાંધલ ધમાલ મચી જાય. માટે એક માનવો યોગ્ય છે. નૈયાયિકે આ રીતે ઈશ્વરની જગકર્તા તરીકે સિદ્ધિ કરી. પણ ઈશ્વરને સર્જનહાર ન માનનારા દાર્શનિકોને એ માન્ય નથી. પણ ‘અમને માન્ય નથી.” એટલું કહેવા માત્રથી તેઓ નૈયાયિકને અટકાવી શક્તા નથી, કે નૈયાયિકની સિદ્ધિને ખોટી ઠેરવી શકતા નથી. માટે તેઓ એમને સામું કહે કે : શો ન ર્તા, શરીરમાવત્ (વેણાકમાવાત) જગમાં જે કોઈ કર્તા જોયા છે તે બધા શરીરી છે. દા.ત. મોચી, દરજી, લુહાર, કડીયો, કુંભાર વગેરે... માટે, ઈશ્વર જો કર્તા હોય તો એ પણ શરીરી હોવો જોઈએ. જો એ શરીરી હોય તો એનું શરીર કેટલું મોટું જોઈએ? તે સમાવવું ક્યાં? તેને કોણે બનાવ્યું? શેમાંથી બનાવ્યું? જગની વેદી પર બન્યું એમ કહેશો તો તે વેદી ક્યાં બનાવી? આવા ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઊભા થાય છે. માટે ઈશ્વરને સશરીર માની શકાતો નથી. તેથી જો અશરીરી માનશો તો એમાં ચેષ્ટા ન હોવાથી એ કર્તા શી રીતે બને? કારણ કે ચેષ્ટા એ શરીરની વિજાતીય ક્રિયા (વિલક્ષણક્રિયા) છે. માટે, ઈશ્વરકર્તૃત્વની કલ્પના ખોટી છે. કુકલ્પના છે. क्षित्यकुरादि कार्यं कर्तीजन्यं शरीराजन्यत्वात् તેથી, નૈયાયિકનો જે પર્યત્વ હેતુ હતો તે હેત્વાભાસ છે. તાત્પર્ય એ છે કે, સામી વ્યક્તિએ અનુમાનથી જે કોઈપણ બાબતની સિદ્ધિ કરી હોય તે બાબત જો ખોટી હોય તો, તેના અનુમાનને ખોટું ઠેરવવું જોઈએ. જો તેના અનુમાનને ખોટું ઠેરવી ન શકાય તો તે અનુમાનથી સિદ્ધ થયેલી વાતને કમને પણ સ્વીકારવી જ પડે. કોઈના પણ અનુમાનને ખોટું ઠેરવવું હોય તો એના હેતુ ને દુષ્ટ ઠેરવવો જોઈએ. હેતુ દુષ્ટ ઠરે તો પછી એ દુબળો બની જવાથી સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. અને તેથી અનુમાન તૂટી પડે છે. (હત્વાભાસ) હેતુને દુષ્ટ બનાવનાર દોષો ૫ છે, તેઓને હેત્વાભાસ કહે છે. એમાં વ્યુત્પત્તિ - દેતો મામાસા: (કોષા.) સ્વામીના આ હેત્વાભાસ' શબ્દદુષ્ટહેતુને જણાવવા માટે પણ વપરાય છે. એ વખતે વ્યુત્પત્તિ- હેતુવર્માસને તિ હેત્વીમાતા: (એટલે કે ખરેખર એ હેતુ નથી, પણ હેતુ જેવા ભાસે છે માટે હેત્વાભાસ.) જેમ સામાનું અનુમાન ખોટું ઠેરવવા માટે હેત્વાભાસ જાણવા જરૂરી છે, તેમ આપણે જે અનુમાન કરતાં હોઈએ કે
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy