SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપ્ય-વ્યાપકભાવ તેથી કપાલસંયોગ પણ ઘડાનું કારણ તો છે જ. વળી એ ઘડાના સમવાયિકારણ કપાલમાં રહ્યો છે. માટે એ ઘડાનું અસમવાયિકારણ છે. એમ પટ પ્રત્યે તંતુસંયોગ એ અસમાયિકારણ છે. દ્રવ્ય કાર્ય પ્રત્યે અવયવસંયોગ અસમાયિકારણ હોય છે. પ્રશ્ન:- ઘડો ઉત્પન્ન થાય છે, તો પછી ઘડાનું રૂપ પણ ઉત્પન્ન થાય છે. એનું અસમવાયિકારણ કોણ ? ઉત્તર:- કપાલનું રૂપ એનું અસમવાધિકારણ છે. શી રીતે ? આ રીતે - કપાલ કાળું હોય તો ઘડો પણ કાળો કપાલ લાલ હોય તો ઘડો પણ લાલ. તેથી, કપાલનું રૂપ ઘડાના રૂપનું કારણ તો છે જ. વળી, “ઘડાનું રૂપ જે કાર્ય છે તેનું સમાયિકારણ ઘડો છે. હવે આ જોવાનું છે કે કપાલનું રૂપ ઘડામાં રહ્યું છે? તો કે હા રહ્યું છે, કયા સંબંધથી? એ વિચારીએ. કપાલનું રૂપ કપાલમાં રહે છે. માટે કપાલ એ સ્વાશ્રય છે. (સ્વ-કપાલનું રૂપ=રહેનાર). વળી ઘડો કપાલમાં સમવેત છે. (એટલે કે સમવાયસંબંધથી રહ્યો છે) તેથી, કપાલના રૂપ માટે ઘડો શું બન્યો? તો કે સ્વાશ્રયસમવેત. માટે, કપાલનું રૂપ સ્વાશ્રયસમવેતત્વ નામના સંબંધથી “ઘડાનું રૂપ' એવું જે અધિકૃત કાર્ય છે તેના સમવાયિકારણ ઘડામાં રહ્યું છે. તેથી, કપાલનું રૂપ એ ઘડાના રૂપ સ્વરૂપ કાર્યનું અસમવાધિકારણ છે. (૩) નિમિત્તકારણ : ઉપરોક્ત બે કારણ સિવાયના અન્ય સઘળાં કારણો નિમિત્તકારણ કહેવાય છે. આપણે આગળ જોઈ ગયા કે જે અન્યથાસિદ્ધ ન હોય અને અવ્યવહિતનિયતપૂર્વવર્તી હોય તે કારણ હોય. मेसे 3 अन्यथासिद्धिशून्यत्वे सति नियताव्यवहितपूर्ववर्तित्वं कारणत्वम् આમાં, નિયતપૂર્વવર્તિત્વ=નિયમેન (અવશ્ય) વ્યતિપ્રાવર્તિત્વમ્ નિયમન વૃત્તિ હોય એને વ્યાપક કહેવાય. એટલે, વ્યવદિતVક્ષિMવર્ઝન #ર્યવ્યાપબ્રુવં પત્વિમ્ આમાં, પ્રક્ષાવિજે' એવું એટલા માટે લખવું પડે છે કે કારણ, કાર્યના અધિકરણમાં પ્રાક્ષને અવશ્ય હોય જ એટલો નિયમ છે, કાર્યના અધિકરણમાં સર્વદા હોય જ એવો નિયમ નથી. જેમ ક્ષેત્ર એ વસ્તુઓનો આધાર છે, એમ કાલ પણ છે. એના એક ભાગમાં રહેલી ચીજો અવ્યાપ્યવૃત્તિ કહેવાય. અને જે ભાગમાં એ રહી હોય તે ભાગ અવચ્છેદક બને. પ્રસ્તુતમાં, કારણ કાળના 'ક્ષ' રૂપ ભાગમાં અવશ્ય રહેવાનો નિયમ છે, માટે “પ્રાક્ષન” અવચ્છેદક બને. એટલે કે, વ્યવદિતHIક્ષવિછેટેન #ર્યવ્યાપd Rીત્વમ્ હવે, જે અવશ્ય રહેનાર હોય તે વ્યાપક કહેવાય છે, અને જેની સાથે એ અવશ્ય રહેતું હોય તે વ્યાપ્ય કહેવાય છે. - - - - - - - - - વ્યાપ્ય-વ્યાપકભાવ: વ્યાપક એટલે વ્યાપ્યની સાથે અવશ્ય રહેનાર અને વ્યાપ્ય એટલે વ્યાપકને છોડીને ન રહેનાર. આમાં વ્યાપ્ય એટલે ને છોડીને ન ડેનાર. આમાં બે અંશ છે. “ને છોડીને' અને “ન રહેનાર'. વ્યાપકને છોડીને = વ્યાપક ન રહ્યો હોય ત્યાં વ્યાપકનો અભાવ હોય ત્યાં = વ્યાપકાભાવવામાં રહેનાર = વૃત્તિ, ન રહેનાર = અવૃત્તિ. તેથી, વ્યાપકને છોડીને ન રહેનાર=વ્યાપામાવવાનું માં અવૃત્તિ ... તેથી, વ્યાપ્ય=વ્યાપામાવવવવૃત્તિ માટે,
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy