SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 218 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી द्रव्येषु समवेतानां तथा तत्समवायतः। तत्रापि समवेतानां शब्दस्य समवायतः॥ ६०॥ तवृत्तीनां समवेतसमवायेन तु ग्रहः । • L. ,ગવાન સ્વાતિયા મવેત્ | દશા विशेषणतया तद्वदीवानां ग्रहो भवेत् । (मु.) विषयेन्द्रियसंबंध इति। व्यापारः संनिकर्षः। षड्विधं सन्निकर्षमुदाहरणद्वारा प्रदर्शयति-द्रव्यग्रह इति। द्रव्यप्रत्यक्षमिन्द्रियसंयोगजन्यम्। द्रव्यसमवेतप्रत्यक्षमिन्द्रियसंयुक्तसमवायजन्यम्। एवमग्रेऽपि। वस्तुतस्तु द्रव्यचाक्षुषं प्रति चक्षुःसंयोगः कारणं, द्रव्यसमवेतचाक्षुषं प्रति चक्षुःसंयुक्तसमवायः कारणं, द्रव्यसमवेतसमवेतचाक्षुषं प्रति चक्षुःसंयुक्तसमवेतसमवायः, एवमन्यत्रापि विशिष्यैव कार्यकारणभावः। (સંનિકર્ષ નિરૂપણ) (ક.) વિષય અને ઇન્દ્રિયનો સંબંધ એવ્યાપાર છે. એ પણષવિદ્યા છે. દ્રવ્યનું ગ્રહણ સંયોગથી, દ્રવ્યમાં સમાવેત (રૂપાદિનું) સંયુક્ત સમવાયથી, તથાતેના= દ્રવ્યમાં સમવેતના સમવાયસંબંધથીતેમાં= દ્રવ્યસમવેતમાં પણ સમાવેત (રૂપસ્વાદિ) પદાર્થોનું એમ શબ્દનું સમવાયથી, તદ્ગતિ = શબ્દવૃત્તિ શબ્દવાદિનું સમવેતસમવાયથી પ્રત્યક્ષ થાય છે. સમવાયનું પ્રત્યક્ષ વિશેષણતાથી થાય છે. તેની જેમ અભાવોનું પ્રત્યક્ષ પણ વિશેષણતા સંનિકર્ષથી થાય છે. (મુ) વ્યાપાર=સંનિકર્ષ. છ પ્રકારના સંનિકર્ષને ઉદાહરણ દ્વારા દેખાડે છે. દ્રવ્યનું પ્રત્યક્ષ ઇન્દ્રિયસંયોગજન્ય હોય છે. એમ દ્રવ્યસમવેતનું પ્રત્યક્ષ ઇન્દ્રિય સંયુક્ત સમવાયજન્ય હોય છે. એમ આગળ પણ જાણવું. વસ્તુતઃ દ્રવ્યચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયોગ એ કારણ છે. દ્રવ્યસમવેતના ચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવાય એ કારણ છે. દ્રવ્યસમતમાં સમવેત પદાર્થના ચાક્ષુષ પ્રત્યે ચક્ષુસંયુક્તસમવેતસમવાય એ કારણ છે. એમ અન્ય પ્રત્યક્ષોમાં પણ વિશેષ કા.કા. ભાવ જાણવો. (વિ.) ઘટાદિ દ્રવ્ય સાથે ચક્ષુ વગેરે ઇન્દ્રિયનો સંયોગ સંબંધ થાય છે... તેથીદ્રવ્યપ્રત્યક્ષ માટે સંયોગ-સંનિકર્ષ હોય છે. ઘટાદિ દ્રવ્યમાં સમવેત રૂપાદિ ગુણ વગેરેની સાથે ઇન્દ્રિયનો સ્વસંયુક્તસમવાય સ્વ = ઇન્દ્રિય, એને સંયુક્ત ઘટાદિદ્રવ્ય, એમાં સમવેત રૂપાદિ ગુણ વગેરે...) સંનિકર્ષ હોય છે. એમ એ રૂપાદિમાં પણ સમવેત જે રૂપત્યાદિ... એની સાથે ઇન્દ્રિયનો સ્વસંયુક્તસમતસમવાય સંનિકર્ષ હોય છે. શ્રોત્રેન્દ્રિય આકાશમય છે, એમાં શબ્દ સમવાયસંબંધથી રહે છે. તેથી શબ્દ પ્રત્યક્ષમાં સમવાય સંનિકર્ષ હોય છે. શબ્દમાં સમવેત શબ્દવાદિ માટે સમવેતસમવાય (કાનમાં સમવેત શબ્દ, એમાં સમવેત શબ્દવાદિ) સોનકર્ષ હોય છે. સમવાય અને અભાવના પ્રત્યક્ષ માટે વિશેષણતા સંનિકર્ષ હોય છે. (એ અનેકવિધ છે એ વાત આગળ આવશે.) દ્રવ્યપ્રત્યક્ષમાં ઇન્દ્રિયસંયોગ એ કારણ છે. આ કાકા ભાવ આ રીતે લખી શકાય. – વિષયતાન્વિજોને યત્ર द्रव्यप्रत्यक्षं तत्र समवायसम्बन्धेन इन्द्रियसंयोगः कारणम् (શંકાઃ જ્યારે સુક્તિમાં તંતમ્ જ્ઞાન થાય છે ત્યારે ત્યાં રજત તો હોતું નથી. તેથી રજત સાથે ઇન્દ્રિયસંયોગ પણ હોતો નથી, ને છતાં વિષયતા સંબંધથી એમાં પ્રત્યક્ષ કાર્ય તો રહ્યું છે. તેથી વ્યતિરેક વ્યભિચાર આવશે. સમાધાનઃ તૌફિવિષયતાનુઘેન યત્ર દ્રવ્યપ્રત્યક્ષ. આ પ્રમાણે કાર્યતાવચ્છેદક સંબંધમાં લૌકિક એવું વિશેષણ જોડી દેવાથી આ આપત્તિનું વારણ થઈ જશે. ભ્રમાત્મક જ્ઞાન રજતાદિ અંશમાં અલૌકિક હોય છે એ વાત આગળ આવશે.)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy