SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્ભૂતત્વ કિન્? 217 એક જાતિ છે. એમ શ્યામમાં રહેલ ઉદ્ભતત્વ એ શ્યામત્વવ્યાપ્ય એક અલગ જાતિ છે. એમ અનેક જાતિ છે. (૩) સમાધાનઃ આવું માની શકાતું નથી, કારણ કે કોઈ પણ ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે ઉદ્ભરૂપત્ર નામના એક ધર્મથી ઉદ્ભરૂપને જે કારણ માન્યું છે તે અસંગત ઠરી જાય છે (કારણ કે હવે કોઈ એક ઉદ્ભરૂપત્ય ધર્મ જ ન રહ્યો.) (શંકાઃ તો પછી હવે ઉદ્ભતશુક્લત્વેને રૂપેણ કારણતા માનીશું. સમાઘાનઃ ના, એ પણ નહીં મનાય, કારણ કે એનો અર્થ એ થાય કે ઉદ્ભતશુક્લ જ ચાક્ષુષ પ્રત્યક્ષનું કારણ છે. એટલે એ જ્યાં નથી એવા પણ શ્યામઘટાદિનું ચાક્ષુષ થતું હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે. શંકા છતાં ત્યાં ઉદ્ભૂતશ્યામત્વ તો છે જ એટલે એમ માનીશું કે આવા શુક્લીયઉદ્ભતત્વ, શ્યામીયઉદ્ભતત્વ વગેરેનો કૂટ જ્યાં રહ્યો હોય તે કારણ બને.... સમાધાન: આવો કૂટ તો ક્યાંય રહેવો સંભવિત નથી. માટે કોઈ એક ઉદ્ધતત્વ જાતિ કે શુક્લત્વાદિવ્યાપ્ય નાના ઉદ્ભતત્વ જાતિઓ માની શકાતી નથી. પ્રશ્ન: તો પછી ઉદ્ભતત્વ શું છે ?) (૪) ઉત્તર : અનુક્રૂતશુક્લાદિમાં રહેલી શુક્લત્વાદિવ્યાપ્ય નાના અદ્ભતત્વ જાતિઓ છે. આ જાતિઓના અભાવોનો કૂટ હોવો એ જ ઉદ્ભતત્વ છે. તેથી, સંયોગાદિમાં પણ કોઈ જ પ્રકારનું અનુકૂતત્વ ન હોવાથી તદભાવકૂટ રૂપ ઉદ્ભતત્વ રહી જશે. તેથી શબ્દતરોદ્ગતગુણ તરીકે સંયોગાદિ પકડી શકાવાથી ને એનું અનાશ્રયત્વ ચક્ષુ વગેરેમાં ન હોવાથી એમાં લક્ષણ ન જાય. આ આપત્તિના વારણ માટે વિશેષગુણ લેવાનું કહ્યું છે. સંયોગ એ વિશેષગુણ નથી. (૫) કાલાદિમાં કોઈ જ વિશેષગુણ ન હોવાથી તાદશવિશેષગુણાનાશ્રયત્ન છે જ. તેથી એમાં અતિના વારણ માટે આખું વિશેષ્યદળ છે. (૬) હવે મનઃ પદનું પદત્ય - પ્રાચીનોનો મત - ઇન્દ્રિય જેમ વિષયસંયોગ દ્વારા જ્ઞાનજનન કરે છે એમ ઇન્દ્રિયના અવયવો પણ એ કરે છે. તેથી જ્ઞાનકારણભૂતસંયોગનો આશ્રય એ અવયવો પણ બની ગયા. પણ અવયવો એ ઇન્દ્રિય નથી. તેથી એમાં અતિના વારણ માટે મનઃ પદ મૂકયું છે. મનનો સંયોગ ઇન્દ્રિય સાથે જ છે, અવયવો સાથે નહીં, તેથી અતિનું વારણ થશે. (૭) નવ્યમતઃ કાલમાં રૂપ નથી, તેથી તો રૂપમાવવાન્ આવું જે પ્રત્યક્ષ થાય છે, એમાં ચક્ષુઃસંયુક્તકાળ છે. ને કાળમાં રૂપાભાવ એ વિશેષણ છે. એટલે સ્વસંયુક્ત વિશેષણતા સંનિકર્ષથી રૂપાભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. આ સંનિકર્ષમાં ઘટક સ્વ (=ચક્ષુ) સંયોગ પણ આ પ્રત્યક્ષમાં ભાગ ભજવતો હોવાથી જ્ઞાનકારણભૂત છે ને એનો બીજો આશ્રય છે કાળ. માટે એમાં અતિ.. મનઃ પદ મૂકવાથી એનું વારણ થાય છે. કારણ કે આમાં કાળ જ્ઞાનકારણભૂત ચક્ષુ સંયોગનો આશ્રય બન્યો છે પણ જ્ઞાનકારણભૂત મનઃસંયોગનો નહીં. (૮) જ્ઞાનકારણ પદ ન મૂકે તો પણ કાળમાં જ અતિ, કારણ કે મનઃસંયોગાશ્રયત્ન આટલું જ વિશેષ્યદલ રહેશે જે કાળમાં તો છે જ. તે પણ એટલા માટે કે કાળ વિભદ્રવ્ય છે. જ્ઞાનકારણભૂત મનઃસંયોગ તરીકે તો ઇન્દ્રિયને મનનો સંયોગ, તથા મન ને આત્માનો સંયોગ જ આવે છે જેના આશ્રય માત્ર ઇન્દ્રિય ને આત્મા જ છે, કાળ નથી. વ્યાપારવાનું કારણ અસાધારણ કારણ કહેવાય છે ને એ જ કરણ બને છે. તે ૫૮. (વ.) વિષત્રિયqજે વ્યાપાર: તોડી પવિથડા द्रव्यग्रहस्तु संयोगात् संयुक्तसमवायतः॥ ५९॥
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy