SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 204 ન્યાયરિદ્ધાન્તમુક્તાવલી શંકા ક્યારેક હેતુ પણ વિષયરૂપે અનુમિતિમાં પ્રવિષ્ટ હોય છે. એમાં આની અવ્યાપ્તિ થશે. સમાધાનઃ તાદશજ્ઞાનમાં રહેલ અનુભવત્વવ્યાપ્યજાતિમત્વ... આવું જાતિઘટિતલક્ષણ કરવાથી એ અવ્યાપ્તિ નહીં રહે. (વિ.)(ન્યાયસૂત્રમાં પ્રત્યક્ષના લક્ષણમાં ઇજિયોત્પન્નનકહેતાં ઇન્દ્રિયસંનિકર્ષોત્પન્નકહ્યું છે. અર્થાત્ કરણજન્ય ન કહેતા વ્યાપારજન્ય કહ્યું છે જેની ઉત્તરમાં તરત કાર્ય થાય. માટે અહીં અનુમિતિના લક્ષણમાં વ્યાતિજ્ઞાન-કરણને છોડીને વ્યાપાર-પરામર્શથી જખ્યત્વનો ઉોખ કર્યો છે.) વ્યાતિવિશિષ્ટપક્ષધર્મતાનું જ્ઞાન એ પરામર્શ છે. (જેમ કે વહિવ્યાબંધૂમવાન પર્વતઃ... આમાં વદ્વિવ્યાપ્યધૂમ કહ્યો છે એનાથી વહિવ્યામિવિશિષ્ટ ધૂમ છે એ જણાય છે. ધૂમવાન્ પર્વત એ અંશથી ધૂમ એ પક્ષનો ધર્મ છે, અને તેથી ધૂમમાં પક્ષની ધર્મતા છે એ જણાય છે. તેથી આ વ્યામિવિશિષ્ટ પક્ષધર્મતાનું જ્ઞાન છે.) આવા પરામર્શથી જન્યજ્ઞાન એ અનુમિતિ છે. હવે પદકૃત્ય TRામના મતિઃ આટલું જ કહે તો પરામર્શધ્વંસ પણ પરામર્શજન્ય હોવાથી અતિવ્યાપ્તિ. તેથી જ્ઞાન પદ મૂક્યું પરામર્શ ન લખે તો પ્રત્યક્ષાદિ પણ જન્યજ્ઞાન હોવાથી અતિવ્યાપ્તિ આવે. પ્રશ્નઃ વહિવ્યાધૂમવાપર્વ' આવો પરામર્શથયા પછી એનું વહિવ્યાઘૂમવાનપર્વત --તિજ્ઞાનવાની એવું જે અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષજ્ઞાન થાય છે એ પણ પરામર્શજન્ય હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે. (જેમ ઘડો વિષયવિધયાઘડાના પ્રત્યક્ષ પ્રત્યે કારણ છે, એમ પરામર્શ પણ વિષયવિધવાસ્વવિષયક આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ પ્રત્યે કારણ છે જ. માટે એ પરામર્શજન્ય છે જ.). ઉત્તરઃ તો અમે લક્ષણમાં પરિષ્કાર કરીશું (પરામર્શથી બે જ્ઞાન ઉત્પન્ન થાય છે. એક તો અનુમિતિ અને એક આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ. આ બેમાંના તફાવતને પકડીને એવું વિશેષણ લગાડવું જોઈએ કે જેથી પ્રત્યક્ષનો વ્યવચ્છેદ થઈ જાય. એ તફાવત આ છે - અનુમિતિમાં હેતુ એ વિષય નથી હોતો જ્યારે અનુવ્યવસાયમાં એ વિષય હોય છે. “સાધ્યવ્યાખ્યામનું પક્ષ-તિજ્ઞાનવાન' આવો અનુવ્યવસાય હોય છે જેમાં હેતુ વિષય હોવો સ્પષ્ટ જણાય છે. જ્યારે અનુમિતિનો આકાર ‘સાધ્યવાન પલ' આવો હોય છે જેમાં હેતુ એ વિષય નથી. તેથી). વિષય પરમગ સાનમતિઃ આવું લક્ષણ કરવાથી હવે એ પરામર્શજન્ય પ્રત્યક્ષમાં અતિવ્યાપ્તિ નહીં આવે. પ્રબઃ કોઈક અનુમાતા ક્યારેક ઘૂમવાનપર્વતો વહિનાન આવી હેતુઘટિત અનુમિતિ પણ કરે છે. એ હેતુવિષયક હોવાથી એમાં અવ્યાપ્તિ થશે.. ઉત્તરઃ બધી જ અનુમિતિઓ આવી નથી હોતી. એટલે જે અનુમિતિ હેતુઅવિષયક હોય એમાં રહેલ અનુભવત્વવ્યાપ્ય જે જાતિ તદ્વન્ડ.. લક્ષણ કરવાથી આ અવ્યાતિનું વારણ થઈ જશે. કારણ કે અનુભવત્વ વ્યાપ્યજાતિઓ પ્રત્યક્ષત્વ, અનુમિતિત્વ, ઉપમિતિત્વ અને શાબ્દબોધત્વ છે. ઉક્તજાતિ તરીકે માત્ર અનુમિતિત્વ આવવાથી લક્ષણ સમન્વય થઈ જશે. એટલે લક્ષણ - પરામચવિષયનવૃત્તિ-અનુમવત્વવ્યાખ્યાતિમમતુતિત્વમ્ (તાદશજ્ઞાનવૃત્તિ જાતિ તો જ્ઞાનત્વ-ગુણત્વ વગેરે પણ છે જે પ્રત્યક્ષાદિમાં પણ હોવાથી અતિવ્યાપ્તિ થાય. તેથી એનાવારણ માટે અનુમવત્વવ્યાણલખ્યું. અહીં પણ વ્યાયતંગૂનવૃત્તિ લેવું, નહીંતર અનુભવત્વવ્યાપ્ય જાતિ તરીકે અનુભવત્વ પણ આવવાથી પ્રત્યક્ષાદિમાં અતિ થાય.)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy