SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિય-આત્મવાદ 183 શંકાઃ જો આ રીતે પૂર્વભવના અનુભવોનું સ્મરણ થાય છે તો પૂર્વભવમાં કરેલા બીજા પણ અનુભવોનું સ્મરણ થવું જોઈએ... ને તેથી દરેકને જાતિસ્મરણ જ્ઞાન માનવું જોઈએ. સમાધાનઃ અનુભવ થયો હોવા માત્રથી સ્મરણ નથી થઈ જતું. જે અનુભવજન્ય સંસ્કારોને ઉદ્ધોધક મળે એનું જ સ્મરણ થાય છે. અન્ય બાબતોનો ઉદ્ધોધક ન હોવાથી સ્મરણ થતું નથી. (શંકા : તો પછી સ્તનપાન અંગે કયો ઉદ્ધોધક મળી ગયો ?). સમાધાનઃ પ્રવૃત્તિ થઈ છે માટે સ્મરણ માનવું જ પડે છે ને સ્મરણ થયું છે માટે કોઈ પણ ઉદ્ધોધક માનવો તો પડશે જ. તેથી અગત્ય જીવનાદષ્ટને ઉદ્ઘોષકે માનવામાં આવે છે. (શરીરમાં પ્રાણની સ્થિતિ રહેવી તે જીવન. તેમાં કારણભૂત અદષ્ટ એ જીવનાષ્ટ.) આમ જન્માન્તર સિદ્ધ થવાપર આત્માઅનાદિ હોવોપણ સિદ્ધ થાય છે. કારણ કે પૂર્વભવની પ્રથમ સ્તનપાનપ્રવૃત્તિ માટે એની પણ પૂર્વનો ભવ માનવો પડે. એમ પૂર્વ-પૂર્વ ભવ માનતા માનતાં સંસાર અનાદિ હોવાથી આત્માને પણ અનાદિ માનવો પડે છે. અનાદિ એવો પ્રાગભાવ નાશ પામે છે. પણ અનાદિ એવો ભાવ પદાર્થ ક્યારેય નાશ પામતો નથી. તેથી આત્માનો નાશ પણ ન હોવાથી એ નિત્ય સિદ્ધ થાય છે. (ા.) તથાત્વેિ વેલિન્દ્રિયામુપતે થં તિઃ? ૪૮ (मु.) ननु चक्षुरादीनामेव ज्ञानादिकं प्रति करणत्वं कर्तृत्वं चास्तुः, 'विरोधे साधकाभावाद्, अत आह - तथात्वमिति । तथात्वं = चैतन्यम् । उपघाते = नाशे सति, अर्थाच्चक्षुरादीनामेव, कथं स्मृतिः ? पूर्वं चक्षुषाऽनुभूतानां चक्षुरभावे स्मरणं न स्यात्, अनुभवितुरभावात्, अन्येनानुभूतस्यान्येन स्मरणासम्भवात्, अनुभव-स्मरणयोः सामानाधिकरण्येन कार्यकारणभावादिति भावः ॥४८॥ (ઇન્દ્રિયઆત્મવાદ) (ક.) ઇન્દ્રિયોમાં તથા–=ચૈતન્ય છે એવી શંકા છે? (તો એનું સમાધાન-) (ઇન્દ્રિયોનો) ઉપઘાત થવા પર સ્મૃતિ શી રીતે થાય? (મુ) શંકાઃ ચક્ષુ વગેરે ઇન્દ્રિયોમાં જ જ્ઞાનાદિ પ્રત્યેનું કરણત્વ અને કર્તુત્વ છે એમ માનો ને! કારણ કે એ બન્ને વચ્ચે 'વિરોધ હોવામાં કોઈ સાધક નથી. સમાધાનઃ જો (ઇન્દ્રિયો જ જ્ઞાનકર્તા હોવાથી) ઇન્દ્રિયોમાં જ ચૈતન્ય જ્ઞાન માનવામાં આવેતો ‘ચક્ષુ વગેરેનો ઉપઘાત નાશ થવા પર સ્મરણ શી રીતે થઈ શકે? જેને પૂર્વે આંખે અનુભવ્યું હોય એનું ચક્ષુના અભાવમાં સ્મરણ ન થઈ શકે, કારણ કે અનુભવ કરનાર (ચક્ષુ) નો અભાવ થઈ ગયો છે... (ચક્ષુનો ભલે અભાવ થયો, અન્ય ઇન્દ્રિય સ્મરણ કરશે... આવું સંભવી શકતું નથી.) કારણ કે અન્ય(=ચક્ષ) વડે અનુભૂતનું અન્યને સ્મરણ સંભવતું નથી. (તે પણ એટલા માટે કે) અનુભવ અને સ્મરણનો સામાનાધિરકયેન કાર્ય-કારણભાવ છે. (અર્થાત્ જ્યાં સમવાયસંબંધથી અનુભવી રહ્યો હોય ત્યાં જ સમવાય સંબંધથી સ્મરણ ઉત્પન્ન થાય છે.) (વિ.) (૧) (ઇન્દ્રિયો જ્ઞાન પ્રત્યે કરણ તો છે જ. હવે જો એને જ આત્મા તરીકે સ્વીકારવામાં આવે તો એ જ્ઞાનનો કર્તા પણ બને. પણ કર્તુત્વ ને કરણત્વ એક જ સ્થળે શી રીતે રહે? કારણ કે એ બે વચ્ચે વિરોધ છે.. આવી શંકાનો જવાબ આપવા પૂર્વપક્ષી કહે છે કે, કરણત્વ અને કર્તુત્વ એકત્ર રહી ન શકે આવો વિરોધ સાધી આપનાર કોઈ પ્રમાણ નથી. સઈ માત્માનમાત્મના
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy