SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ 182 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ત્યારનું શરીર નવું ઉત્પન્ન થયું હોવાથી સંસ્કારશૂન્ય હોય છે. (અમારા મતે તો તે તે અનુભવજન્ય સંસ્કાર નિત્ય એવા આત્મામાં જળવાઈ રહે છે જેના કારણે કાળાન્તરે સ્મરણ થાય છે.) ચાર્વાકઃ પૂર્વ-પૂર્વ શરીર નષ્ટ થાય ત્યારે ઉત્પન્ન થતા ઉત્તરોત્તર શરીરને પોતાના સંસ્કારનો વારસો આપતા જાય છે. એટલે નવું શરીર પણ સંસ્કાર ધરાવતું હોવાથી સ્વનવસં@Rપ્રયોજ્યસંઋારવન્ડસમ્બન્ધન વાચશરીરસમવેતાનુમવયુ હોવાના કારણે સ્મરણની અસંગતિ નથી. નૈયાયિકઃ આ રીતે તો અનંત સંસ્કારની કલ્પના કરવી પડશે જે ગૌરવરૂપ છે. આશય એ છે કે શરીર તો પ્રતિક્ષણ બદલાય છે. એટલે દરેક શરીરમાં જુદા જુદા સંસ્કારો માનવા પડવાથી અનંતસંસ્કારો માનવાનું ગૌરવ થાય છે. માટે એ યોગ્ય નથી. (ચાર્વાકઃ જ્ઞાનાદિનું સમવાયિકારણ કોને માનવું? શરીરને કે આત્માને ? આ વિચારણામાં શરીર તો સિદ્ધ પદાર્થ હોવાથી ને આત્માની નવી કલ્પના કરવી પડતી હોવાથી લાઘવથી શરીર જ કારણ તરીકે નિશ્ચિત થઈ જાય છે. આ નિશ્ચય કર્યા પછી હવે સ્મરણની સંગતિ કરવા માટે અનંત સંસ્કાર માનવાનું જે ગૌરવ ઉપસ્થિત થાય છે તે ફળમુખગૌરવ રૂપ હોવાથી દોષ રૂપ નથી.) ચાર્વાકની આવી દલીલનો જવાબ આપતા ગ્રંથકાર કહે છે. (मु.) एवं शरीरस्य चैतन्ये बालकस्य स्तन्यपाने प्रवृत्तिर्न स्यात्, इष्टसाधनताज्ञानस्य तद्धेतुत्वात्, तदानीमिष्टसाधनतास्मारकाभावात् । मन्मते तुजन्मान्तरानुभूतेष्टसाधनत्वस्य तदानीं स्मरणादेव प्रवृत्तिः । न चजन्मान्तरानुभूतमन्यदपि स्मर्यतामिति वाच्यम्, उद्बोधकाभावात् । अत्र त्वनायत्या जीवनादृष्टमेवोदबोधकं कल्प्यते। इत्थञ्च संसारस्यानादितयाऽऽत्मनोऽनादित्वसिद्धावनादिभावस्य नाशासम्भवानित्यत्वं सिद्ध्यतीति बोध्यम् । (મુ.) એમ શરીરમાં ચૈતન્ય માનવામાં બાળકની સ્તનપાનમાં પ્રવૃત્તિનહીંથાય, કારણકે ઈષ્ટસાધન તાજ્ઞાન તેનો (=પ્રવૃત્તિનો) હેતુ છે (જે ત્યારે હોતું નથી, તે પણ એટલા માટે કે) ત્યારે ઇષ્ટસાધનતાના સ્મારકનો (આ મારા ઈષ્ટનું સાધન છે એવું સ્મરણ કરાવનાર સંસ્કારનો) અભાવ હોય છે. મારા મતે તો જન્માન્તરમાં અનુભવ કરેલ ઈષ્ટસાધનતાનું ત્યારે સ્મરણ થવાથી જ પ્રવૃત્તિ (થવી શક્ય બને છે.) “તો પછી જન્માક્તરમાં અનુભૂત બીજી ચીજોનું પણ સ્મરણ થવા દો” એવી શંકા ન કરવી, કારણ કે એ બધાનો ઉદ્ધોધક હોતો નથી. આ (સ્તનપાન) અંગે તો અગત્ય જીવનાદષ્ટને જ ઉબોધક તરીકે કલ્પવામાં આવે છે. આમ, સંસારઅનાદિ હોવાના કારણે આત્માઅનાદિહોવો સિદ્ધ થવાપર (અ) અનાદિ ભાવપદાર્થનો નાશઅસંભવિત હોવાથી (આત્મામાં) નિત્યત્વ સિદ્ધ થાય છે તે જાણવું. (વિ.) (૧) કોઈપણ પ્રવૃત્તિમાં ‘આમારા ઇષ્ટનું સાધન છે એવું જ્ઞાન એ કારણ છે. એટલે બાળક સ્તનપાનની પ્રવૃત્તિ કરે એમાં ‘ä ટુથપાનું મસ્જિ નીવનચ સાધન' એવું ઇષ્ટસાધનતાજ્ઞાન હોવું જ જોઈએ. બાળકને પ્રત્યક્ષાદિ અનુભવાત્મક આવું જ્ઞાન સંભવિત ન હોવાથી સ્મરણાત્મક જ્ઞાન જ માનવું પડે છે. હવે સ્મરણ તો એને જ થાય જેણે પૂર્વે અનુભવ કર્યો હોય. બાળક સૌ પ્રથમ સ્તનપાન જે કરે છે એ પૂર્વે તો એના શરીરે એનો કોઈ અનુભવ કર્યો હોતો નથી, તો એને સ્મરણ શી રીતે થાય? ને સ્મરણ ન હોય તો એ પ્રવૃત્તિ શી રીતે થાય ? (શંકાઃ આત્મામાં જ્ઞાન માનનાર તમારા મતમાં પણ પ્રથમ સ્તનપાન અંગે આવો પ્રશ્ન તો ઊભો થવાનો જ છે.) (૨) સમાધાનઃ મારા (આત્મવાદીના) મતે તો (આ ભવમાં શરીરની જેમ આત્મા કાંઈ સાવ નવો પેદા નથી થયો. એ તો પૂર્વભવમાંથી આવ્યો છે. એટલે પૂર્વભવમાં=) જન્માન્તરમાં એણે ઇષ્ટસાધનતાનો અનુભવ જે કર્યો હોય છે એના પ્રભાવે આ ભવમાં એનું સ્મરણ થઈને પ્રવૃત્તિ સંભવિત બને છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy