SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 176 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી છે. અર્થાત્ ચૈત્રની કર્ણશખુલીથી અવચ્છિન્ન આકાશચૈત્રની શ્રોત્રેન્દ્રિય છે... મૈત્રની કર્ણશખુલીથી અવચ્છિન્નઆકાશ મૈત્રની શ્રોત્રેન્દ્રિય છે વગેરે. (ા.) કન્યાનાં ગની: 17: કતામાશ્રયો મત: ૪ (मु.) कालं निरूपयति - जन्यानामिति । तत्र प्रमाणं दर्शयितुमाह - जगतामाश्रय इति । (तथा हि) इदानीं घट इत्यादिप्रत तीतिः सूर्यपरिस्पन्दादिकं यदा विषयीकरोति तदा सूर्यपरिस्पन्दादिना घटादेः सम्बन्धोवाच्यः, सच सम्बन्धः संयोगादिर्न संभवतीति काल एव तत्सम्बन्धघटकः कल्प्यते । इत्थं च तस्याश्रयत्वमेव सम्यक् ॥४५॥ (કાળ નિરૂપણ) (ક.) જન્ય પદાર્થોનો જનક કાળ જગનો આશ્રય મનાયો છે. (મુ) ૪૫મીકારિકાની ઉત્તરાર્ધમાં કાળનું નિરૂપણ કરે છે. (કાલિકસંબંધાવચ્છિન્નકાર્યવાવચ્છિન્નકાર્યતાનિરૂપિત જે અધિકરણ તરીકેની નિમિત્તકારણતા તદ્વત્ત્વ એ કાળનું લક્ષણ જાણવું.) તેમાં (=કાળમાં) પ્રમાણ દર્શાવવા માટે નાતામાશ્રયઃ કહ્યું છે. તે (પ્રમાણદર્શન) આરીતે (જાણવું.-) “અત્યારે ઘડો છે વગેરે પ્રતીતિજ્યારે સૂર્યપરિસ્પન્દાદિને વિષય કરે છે ત્યારે સૂર્યપરિસ્પન્દાદિ સાથે ઘટાદિનો સંબંધ માનવો પડે. અને તે સંબંધ સંયોગાદિ હોવો સંભવતો નથી. તેથી કાળ જ એ સંબંધના ઘટક તરીકે કલ્પાય છે. આમ તેને આશ્રય માનવો એ જ યોગ્ય છે. (વિ.) માં પટ દ્વાનીમુત્પન્નડ, મય ઘટતાનીમુત્પન્ન: આવી પ્રતીતિઓ કાલને વિશ્વમાં ઉત્પન્ન થતા સમસ્ત કાર્યો પ્રત્યે નિમિત્તકારણ કરીને જણાવે છે. એમ દ્વાન (કસ્મિનું વાસ્તે) પટોડતિ’ વગેરે પ્રતીતિથી કાળ સમસ્ત પદાર્થોનો આશ્રય હોવો જણાય છે. આમાં ઇદાની શબ્દ સૂર્યની પરિસ્પન્દ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે, જેનો ઘટ સાથે સંબંધ હોવાથી જ “ઘડો હમણાં છે' એમ કહેવાય છે. શંકા - પરિસ્પન્દ્રક્રિયા સૂર્યમાં રહી છે જ્યારે ઘડો પૃથ્વી પર રહ્યો છે, આ બે વચ્ચે કયો સંબંધ સંભવે? સમાધાન - અહીં સંયોગ સંભવતો નથી, કારણ કે એક સંબંધી ‘ક્રિયા છે, જ્યારે સંયોગ તો દ્રવ્ય-દ્રવ્યનો જ હોય છે. પરિસ્પન્દ્રક્રિયાનો સમવાય સૂર્યમાં રહ્યો છે, ઘટમાં નહીં, માટે સમવાય સંબંધ પણ સંભવતો નથી. તેથી સ્વાશ્રયતપનસંયોગિસંયોગ એ જ આ બે વચ્ચેનો સંબંધ છે. સ્વ=પરિસ્પદ ક્રિયા, એનો આશ્રય તપન (=સૂર્ય), એને સંયુક્ત કોઈ દ્રવ્ય હોવું જોઈએ જે ઘટ સાથે પણ સંયોગ ધરાવે છે. આ દ્રવ્ય એ જ કાળ. લાઘવતર્કથી એ એક અને નિત્ય સિદ્ધ થાય છે. વળી, ઇદાની ઘટઃ વગેરે બુદ્ધિ વિશ્વમાં અચાન્ય સ્થળે સર્વત્ર થાય છે. એટલે આ દ્રવ્ય પણ સર્વત્ર વ્યાપી વિભુ છે. (1.) પર પરત્વથ હેતુ: ક્ષતિઃ ચાલુuથત: | (मु.) प्रमाणान्तरं दर्शयति-परापरत्वेति । परत्वापरत्वादिबुद्धरसाधारणं निमित्तं काल एव, परत्वापरत्वयोरसमवायिकारणसंयोगाश्रयो लाघवादतिरिक्तः कालः कल्प्यत इति भावः । नन्वेकस्य कालस्य सिद्धौ क्षण-दिन-मासवर्षादिसमयभेदो न स्यादित्यत आह-क्षणादिः स्यादुपाधित इति । कालस्त्वेकोऽप्युपाधिभेदात्क्षणादिव्यवहारविषयः । उपाधिस्तु 'स्वजन्यविभागप्रागभावावच्छिन्नं कर्म, 'पूर्वसंयोगावच्छिन्नविभागोवा, 'पूर्वसंयोगनाशावच्छिन्नोत्तरसंयोगप्रागभावो वा, उत्तरसंयोगावच्छिन्नं कर्म वा । न चोत्तरसंयोगानन्तरं क्षणव्यवहारो न स्यादिति वाच्यम्, कर्मान्तरस्यापि सत्त्वादिति । महाप्रलये क्षणादिव्यवहारो यद्यस्ति, तदा ध्वंसेनैवोपपादनीय इति । दिनादिव्यवहारस्तु तत्तत्क्षणकूटैरिति॥
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy