SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોસેન્દ્રિય 175 અવયવીમાં) કારણગુણપૂર્વક (એવો શ્રોત્રગ્રાહ્ય) શબ્દ ઉત્પન્ન થાય છે એમ માનીને” એવું ન કહેવું, કારણકે (શબ્દ) અયાવદ્રવ્યભાવી હોવાથી વાયુનો વિશેષગુણ નથી. (વિ.) શંકા - તમે શબ્દ ને સ્પર્શવવિશેષમુન:... ઇત્યાદિ જે અનુમાન આપ્યું તે બાધ અને સ્વરૂપાસિદ્ધિ દોષગ્રસ્ત છે. કારણકે શબ્દસ્પર્શવદ્ધવ્ય (વાયુ)નો વિશેષગુણ છે, ને એમાં કારણગુણપૂર્વત્વ છે, અકારણ ગુણપૂર્વત્વ નહીં. તે આ રીતે વાયુના અવયવોમાં સૂક્ષ્મ શબ્દ ઉત્પન્ન થાય છે. પણ એ અવયવોમાં મહત્પરિમાણ ન હોવાથી એ શબ્દ સંભળાતો નથી. છતાં એ જ સૂક્ષ્મ શબ્દ ઘરાવનાર અવયવોથી બનેલા અવયવીમાં એ સૂક્ષ્મશબ્દક્રમે સ્થૂલ શબ્દ પેદા થાય છે જે સંભળાય છે. આમ શબ્દમાં વાયુનું (સ્પર્શવદ્ધવ્યનું વિશેષગુણત્વ હોવાથી બાધ દોષ છે ને અકારણ ગુણપૂર્વત્વ ન હોવાથી સ્વરૂપસિદ્ધિ દોષ છે.) સમાધાન - તમે શબ્દને વાયુનો ગુણ માની લીધો એટલે આદોષો આવે છે, વસ્તુતઃ શબ્દએવાયુનો વિશેષગુણ નથી, ન્દ્રિઃ વાવિશેષગુણત્વમાવવાનું, માવદ્રવ્યમાવિત્વાત, જ્ઞાનવત્ ‘યાવ’ શબ્દનો અર્થ જેટલું અને જ્યાં સુધી” એવો થાય છે. એટલે જેટલું દ્રવ્ય હોય તે આખામાં વ્યાપીને રહેલ હોય (વ્યાપ્યવૃત્તિ હોય) તે યાવહ્વવ્યભાવી કહેવાય, અને જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહેનાર (પહેલાંનાશન પામી જનાર) યાવહ્વવ્યભાવી કહેવાય છે. વાયુનો વિશેષગુણ સ્પર્શ વ્યાપ્યવૃત્તિ છે ને સ્વાશ્રય (અવયવી) વાયુના નાશે જ નાશ પામનારો છે, એ પૂર્વે નહીં તેથી, शब्दः न वायुविशेषगुणः अयावद्रव्यभावित्वात् (=अव्याप्यवृत्तित्वात्), ज्ञानवत् शब्दः न वायुविशेषगुणः अयावद्र्व्यभावित्वात् (स्वाश्रयनाशाजन्यनाशप्रतियोगित्वात्), ज्ञानवत् શબ્દ તો, પોતાના આશ્રયભૂત દ્રવ્યનો નાશ ન થયો હોવા છતાં નાશ પામી જાય છે, માટે એ સ્વાશ્રયનાશજન્ય નાશનો પ્રતિયોગી નથી, પણ સ્વાશ્રયનાશાજન્યનાશનો પ્રતિયોગી છે, ને તેથી એ વાયુનો વિશેષગુણ નથી. આ અનુમાનમાં, વાયુવિશેષગુણત્વાભાવના બદલે વાયુગુણત્વાભાવને સાધ્ય બનાવવામાં આવે તો વાયુના સંયોગ, દ્ધિત્વ, સંખ્યા વગેરે ગુણોમાં વ્યભિચાર આવે, કારણકે આ સામાન્યગુણો અયાવહ્વવ્યભાવી છે. (ા.) ચિનુ મછાત્રાસન્નથુપાતઃ | (मु.) तत्र च शरीरस्य विषयस्य चाभावादिन्द्रियं दर्शयति - इन्द्रियमिति । नन्वाकाशं लाघवादेकं सिद्धं श्रोत्रं पुनः पुरुषभेदाद्भिन्नं कथमाकाशं स्यात् ? इति चेत् ? तत्राह - एक इति । आकाश एकः सन्नपि उपाधेः कर्णशष्कुल्या भेदाद् भिन्नं श्रोत्रात्मकं भवतीत्यर्थः । (ક.) (આકાશની) ઇન્દ્રિય શ્રોત્ર છે. (તે) એક હોવા છતાં ઉપાધિના કારણે જુદી છે. (મુ.) આકાશ દ્રવ્યમાં શરીર અને વિષયનો અભાવ હોવાથી ઇન્દ્રિય દર્શાવે છે. “આકાશ તો લાઘવ (તર્ક) થી એક હોવું સિદ્ધ થયું છે. શ્રોત્ર તો પુરષભેદે ભિન્ન હોય છે. તો તે એક એવા) આકાશ (રૂપ) શી રીતે હોય?” આવી શંકા અંગે જવાબ આપવા પર્વઃ સન... ઇત્યાદિ કહ્યું છે. આકાશ એક હોવા છતાં ઉપાધિભૂત કર્ણશખુલીનો ભેદ હોવાથી ભિન્ન થઈને (=ભેદ પામીને) શ્રોત્રાત્મક બને છે. (વિ.) શંકા - પુરુષે પુરુષે શ્રોત્રેન્દ્રિય અલગ-અલગ હોય છે, જ્યારે આકાશ તો આખું લાઘવતર્કથી એક જ હોવું સિદ્ધ થયું છે. એટલે એક આકાશ અનેક શ્રોત્રેન્દ્રિય રૂપ શી રીતે બની શકે? સમાધાન - આકાશ સ્વયં એક હોવા છતાં ઉપાધિભેદે કર્ણશખુલીના ભેદે ભિન્ન ભિન્ન શ્રોત્રેન્દ્રિય રૂપ બને
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy