SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 168 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી પણ ઊડી ગયો નથી, સુવર્ણની સાથે જ પ્રવાહી રૂપે વિદ્યમાન છે. એટલે એનું જ દ્રવત્વ પણ અત્યંતાગ્નિસંયોગ આપવા છતાં અનુચ્છિદ્યમાન જ રહ્યું છે. ને તેમાં તો સાધ્ય તૈજસત્વનો અભાવ છે. એટલે વ્યભિચારદોષ સ્પષ્ટ છે. સમાધાન - પાણીમાં કાળી મેંશની રજકણો પડી હોય તો ગમે એટલું તપાવવા છતાં એ મેંશ પીગળતી નથી એમ સુવર્ણ પીગળી જવા છતાં એમાં રહેલો પીળાશ અને ગુરુત્વના આશ્રયભૂત પાર્થિવભાગ પીગળ્યો હોતો નથી. એટલે એમાં દ્રવત્વ જ નથી, તો અનુચ્છિદ્યમાનદ્રવત્વ તો ક્યાંથી હોય? એટલે હેતુ જ રહ્યો ન હોવાથી વ્યભિચાર નથી. (શંકા - પાણીમાં મસીચૂર્ણ દ્રવતું નથી એમાં શું પ્રમાણ છે? સમાઘાન - પાણીને જો ખૂબ તપાવી વરાળ કરી દેવામાં આવે તો પણ એ મસીચૂર્ણ તો પડ્યું જ રહે છે. જો એ દ્રવી ગયું હોત તો એ પણ ઊડી જવાથી વાસણમાં તળિયે કાળાશ દેખાય નહીં.). (मु.) अपरे तु पीतिमाश्रयस्यात्यन्ताग्निसंयोगेऽपि पूर्वरूपापरावृत्तिदर्शनात् तत्प्रतिबन्धकं विजातीयद्रवद्रव्यं कल्प्यते। तथाहि - अत्यन्ताग्निसंयोगी पीतिमगुरुत्वाश्रयः विजातीयरूपप्रतिबंधकद्रवद्रव्यसंयुक्तः, अत्यन्ताग्निसंयोगे सत्यपि पूर्वरूपविजातीयरूपानधिकरणपार्थिवत्वात्, जलमध्यस्थपीतपटवत्। तस्य च पृथिवीजलभिन्नस्य तेजस्त्वनियमात् । (મ.) બીજા વિદ્વાનો, પતિમાના આશ્રયમાં અત્યંતઅગ્નિસંયોગ આપવા છતાં પૂર્વરૂપનું અપરાવર્તન જોવા મળે છે. તેથી રૂપપરાવર્તનના પ્રતિબંધક વિજાતીયદ્રવદ્રવ્યની કલ્પના કરે છે. તે આ રીતે - અત્યંતઅગ્નિસંયોગવાળો પીતિમગુરુત્વાશ્રયવિજાતીયરૂપપ્રતિબંધક દ્રવદ્રવ્ય સંયુક્ત હોય છે, કારણ કે અત્યંતાગ્નિસંયોગ હોવા છતાં પૂર્વરૂપથી વિજાતીયરૂપનું અનધિકરણ એવું પાર્થિવ દ્રવ્ય છે. જેમ કે જળમધ્યસ્થ પીળું કપડું. તે (વિજાતીયદ્રવદ્રવ્ય) પૃથિવીજળ ભિન્ન (હોવાથી) તેજસ્ હોવું આવશ્યક છે. (વિ) પાણીમાં રહેલા કપડાંને ગમે એટલું અગ્નિ પર રાખવામાં આવે તો પણ જ્યાં સુધી પાણી વિદ્યમાન છે ત્યાં સુધી કપડાનો રંગ બદલાતો નથી. કપડું એ પાર્થિવદ્રવ્ય છે. ખૂબ અગ્નિસંયોગ મળવા પર એના વર્ણનું પરિવર્તન થવું જ જોઈએ. પણ એનથી થતું એથી જણાય છે કે એનાથી વિજાતીય એવું પ્રવાહી જળદ્રવ્યએ રૂપપરાવર્તનનું પ્રતિબંધક છે. આ જ રીતે પ્રવાહી બની ગયેલા સુવર્ણને પણ ગમે એટલું તપાવવા છતાં એનો વર્ણ બદલાતો નથી. પીળાશના આશ્રયભૂત દ્રવ્ય તો પાર્થિવ જ છે ને છતાં ખૂબ અગ્નિસંયોગ આપવા છતાં પૂર્વરૂપથી વિજાતીયરૂપ ઉત્પન્ન થતું નથી. માટે ત્યાં પણ કોઈ રૂપપરાવર્તનનું પ્રતિબંધક વિજાતીય દ્રવદ્રવ્ય હોવું જોઈએ. એ દ્રવ્ય વિજાતીય છે, માટે પૃથ્વી તો નથી જ. જળ પણ નથી, કારણ કે એ પ્રવાહીદ્રવ્ય તો ખૂબ તપાવવા પર વરાળ બનીને ઊડી જાય છે ને પછી અવશિષ્ટ રહેલ પાર્થિવદ્રવ્યમાં રૂપપરિવર્તન પણ થાય છે, કારણ કે પ્રતિબંધક દ્રવ્ય હાજર ન રહ્યું. સુવર્ણમાં આવું નથી થતું. વળી જળમાં તો સાંસિદ્ધિક દ્રવત્વ હોય છે, જ્યારે આમાં તો નૈમિત્તિક દ્રવત્વ છે. માટે એ વિજાતીયદ્રવદ્રવ્ય જળ' પણ નથી. વાયુ વગેરેમાં તો વત્વ જ ન હોવાથી એ દ્રવ્ય “વાયું પણ નથી. તેથી એ તેજસૂદ્રવ્ય હોવું સિદ્ધ થાય છે. આ માટે અપાયેલા અનુમાનમાં અત્યંતાગ્નિસંયોગી પીતિમ-ગુરુત્વાશ્રય (સુવર્ણમાં ભળેલ પાર્થિવભાગ) એ પક્ષ છે, વિજાતીય રૂપ પ્રતિબંધક દ્રવદ્રવ્યસંયુક્તત્વ એ સાધ્ય છે અને અત્યંતાગ્નિસંયોગ થવા છતાં પણ પૂર્વરૂપથી વિજાતીયરૂપનું અનધિકરણત્વવિશિષ્ટ પાર્થિવત્વ એ હેતુ છે. આમાં હેતુમાં “અત્યંતાગ્નિસંયોગ' એવું આખું પદ કે “અત્યંત' પદ ન મૂકે તો અગ્નિના સંયોગમાં ન આવેલો કે મંદ અગ્નિના સંયોગમાં આવેલો ઘટ, પણ પૂર્વરૂપથી વિજાતીય રૂપનું અનધિકરણ રહેવાથી હેતુમાન્ બને, જેમાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે. અત્યંતાગ્નિસંયોગ પામેલા ઘટમાં તો રૂપપરાવર્તન થઈ જ જાય છે
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy