SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણમાં તૈજસત્વસિદ્ધિ 167 સુવર્ણ તૈજસ છે, કારણ કે પ્રતિબંધક ન હોવા છતાં અને ખૂબ અગ્નિસંયોગ આપવા છતાં પણ અનુચ્છિદ્યમાન (નાશ નહીં પામે એવા) જન્યદ્રવત્વવાળું છે. જે સાધ્યવાન્ (eતૈજસ) નથી હોતું તે હેતુમાન્ (=આવા દ્રવત્વવાળું) પણ નથી હોતું, જેમ કે પૃથિવી. આ અનુમાન અપ્રયોજક પણ નથી, કારણ કે પૃથ્વીનું દ્રવત્વ અને જન્યજળનું દ્રવત્વ અત્યંત અગ્નિસંયોગ આપવા પર નાશ પામી જાય છે.) “પીળાશ અને ગુરુત્વનું આશ્રયભૂત દ્રવ્ય પણ ત્યારે દ્રવી ગયું હોય છે (ને છતાં એનું દ્રવત્વ નાશ પામ્યું હોતું નથી.) તેથી તેનાથી વ્યભિચાર છે” એવી શંકા યોગ્ય નથી, કારણ કે પાણીના મધ્યભાગમાં રહેલ મસીચૂર્ણની જેમ એ દ્રવ્યું જ હોતું નથી. (વિ.) ઘી વગેરે જે પાર્થિવ દ્રવ્યો દ્રવે છે (પીગળે છે) તે, તથા જળ... આ બંને ખૂબ તપાવવામાં આવે તો ઊડી જાય છે. અર્થાત્ તેનું પ્રવાહીપણું જાળવી રાખી શકતા નથી. જ્યારે સુવર્ણને એ પીગળી ગયા બાદ પણ ગમે એટલું ભઠ્ઠા પર તપાવ્યા કરાયએનું પ્રવાહીપણું ક્યારેય નષ્ટ થતું નથી. એ પ્રવાહીપણું જાળવી જ રાખે છે. એટલે જણાય છે કે સુવર્ણ પૃથ્વી કે જળથી ભિન્ન છે. વળી પ્રવાહીપણું તો પૃથ્વી-જળ અને તેજસ્ આ ત્રણમાં જ છે. એટલે નક્કી થાય છે કે સુવર્ણ તેજસૂદ્ધવ્ય છે. આ જ વાતને સુવર્ણ તૈનાં... ઇત્યાદિ અનુમાન પ્રયોગ દ્વારા સિદ્ધ કરી છે. પાણીમાં રહેલું ઘી ખૂબ તપાવવા છતાં ઊડી જતું નથી. એટલે કે મનુછિદ્યમાનગચંદ્રવત્વવાળું તો એ છે જ. તેથી એમાં વ્યભિચાર ન થાય એ માટે અતિ પ્રતિવન્થ લખ્યું છે. (પાણી પ્રતિબંધક હોવાથી ઘીનું દ્રવત્વ ઉચ્છિન્ન થતું નથી.) સામાન્ય અગ્નિસંયોગથી તો પાણી-ઘી વગેરેનું દ્રવત્વ પણ ઉચ્છિન્ન થતું નથી. એટલે એમાં વ્યભિચારવારણાર્થ અત્યંતાગ્નિસંયોગ' કહ્યો. | ઉચ્છિદ્યમાનદ્રવત્વ પાણી વગેરેમાં પણ છે. તેથી “અનુચ્છિદ્યમાન'. અનુચ્છિદ્યમાનદ્રવત્વ'નો અર્થ “અનુચ્છિદ્યમાનદ્રવત્વનું અધિકરણત્વ' એવો કરવો, પણ “ઉચ્છિદ્યમાનદ્રવત્વનું અનધિકરણત્વ' એવો નહીં, કારણ કે ગગન વગેરેમાં (દ્રવત્વ જ ન હોવાથી) “ઉચ્છિદ્યમાનદ્રવત્વનું અનધિકરણત્વ પણ છે જ, જેથી વ્યભિચાર સ્પષ્ટ છે. જલીયપરમાણુગત દ્રવત્વ નિત્ય હોવાથી અનુચ્છિદ્યમાન છે જ. તેથી એમાં વ્યભિચાર ન આવે એ માટે “જન્ય પદ મૂક્યું છે. કિરણાવલિમાં “અનિત્ય સુવર્ણમાં અસિદ્ધિનું વારણ કરવા માટે જન્યપદ મૂક્યું છે એવું જ કહ્યું છે તે ગલત જાણવું. જે કોઈમાં આવા અનુચ્છિદ્યમાનજન્યદ્રવત્વ રૂપ હેતુ રહ્યો છે એ બધા જ પક્ષભૂત હોવાથી અન્વય દૃષ્ટાંત મળતું નથી, તેથી વ્યતિરેક દષ્ટાંત આપ્યું છે. જે તેજસ્ નથી તે પ્રતિબંધકની ગેરહાજરીમાં અત્યંત અગ્નિસંયોગ મળવા છતાં ઉચ્છિન્ન ન થઈ જાય એવા જન્યદ્રવત્વવાળું પણ નથી હોતું, જેમ કે ઘી વગેરે પૃથ્વીદ્રવ્ય. આ અનુમાન અપ્રયોજક પણ નથી, કારણ કે ઉપર કહ્યા મુજબ એમાં અનુકૂળતર્ક છે કે પૃથ્વી અને જન્યજળનું દ્રવત્વ તો અત્યંતાગ્નિસંયોગે ઉચ્છિદ્યમાન હોય છે. (૧) શંકા - પીતવર્ણ ને ગુરુત્વ સુવર્ણમાં જે જણાય છે તે માટે તમારે સુવર્ણમાં પાર્થિવ અંશ ભળેલો પણ માનવો પડે છે. કારણ કે તૈજના તો આ બે ગુણ નથી. તપાવવામાં આવતા આ પાર્થિવભાગ પણ સુવર્ણની સાથે દ્રવી જાય છે. એટલે કે એમાં પણ જન્ય દ્રવત્વ છે. હવે સુવર્ણરસને ગમે એટલો ઉકાળો તો પણ એ પીળો વર્ણ કે ભારે પણું છોડતું નથી, એનો અર્થ એ કે હજુ પણ પીળાશના ને ગુરુત્વના આધારભૂત જે પાર્થિવ ભાગ છે તે
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy