SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષ તૈજસ છે 165 અગ્નિનું શુક્લરૂપ અભિભાવના કારણે ન દેખાતું હોય તો એ રૂપનો ધર્મી - (અગ્નિ) પણ દેખાવો ન જ જોઈએ. સમાધાન - અમુક વિશેષ પરિસ્થિતિમાં પરકીય રૂપથી પણ દ્રવ્યનું પ્રત્યક્ષ સંભવે છે. દ્રવ્યના ચાક્ષુષ પ્રત્યક્ષ માટે ઉભૂત રૂપ જોઈએ. પછી સ્વકીય હોય કે પરકીય હોય... જેમ શંખનું પોતાનું તો પીળું રૂપ હોતું નથી... છતાં કમળાના દર્દીને, શંખના શ્વેતવર્ણનું પ્રત્યક્ષ થતું ન હોવા છતાં પીતઃ શ૪ એમ પ્રત્યક્ષ તો થાય જ છે (ચક્ષુ સાથે ગયેલા પિત્તની પીળાશ શંખના શ્વેતવર્ણનો અભિભવ કરે છે. માટે શ્વેતવર્ણનું ચાક્ષુષ થતું નથી. પિત્તના પીત વર્ણનું પ્રત્યક્ષ થાય છે ને એના દ્વારા શંખનું પતશી: એવું પ્રત્યક્ષ થાય છે. (એમ પ્રસ્તુતમાં પાર્થિવ રૂપથી અગ્નિનું પ્રત્યક્ષ સંભવિત છે.) (શંકા - જો અન્યદયરૂપથી પણ દ્રવ્ય પ્રત્યક્ષ થતું હોય તો વાયુમાં પાર્થિવભાગ ભળવા પર વાયુનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઈએ ને ! સમાધાન - વાયુ મૂળમાં પોતે જ પ્રત્યક્ષને અયોગ્ય છે, માટે પરકીયરૂપથી પણ એનું પ્રત્યક્ષ ન થઈ શકે.) બીજાઓનો મત એવો છે કે પાર્થિવરૂપથી વહ્નિનું રૂપ અભિભૂત થયું છે એવું નથી. પણ એ રૂપમાં રહેલ શુક્લત્વ અભિભૂત થયું હોય છે. તેથી ચક્ષુ દ્વારા વહ્નિનું જ રૂપ પ્રત્યક્ષ થતું હોય છે, ને તેથી એ રૂપના ધર્મી તરીકે વહ્નિનું પણ સ્વકીયરૂપથી જ પ્રત્યક્ષ થતું હોય છે. પણ એ રૂપમાં શુક્લત્વ અભિભૂત હોવાથી રક્તત્વાદિ ભાસતા હોય છે. (मु.) नैमित्तिकमिति । सुवर्णादिरूपे तेजसि तत्सत्त्वात् । न च नैमित्तकद्रवत्ववत्त्वंदहनादावव्याप्तं, घृतादावतिव्याप्तं चेति वाच्यम्, पृथिव्यवृत्ति-नैमित्तिकद्रवत्वववृत्ति-द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् । पूर्ववदिति । जलस्येवेत्यर्थः । तथाहि - तद् द्विविध-नित्यमनित्यं च, नित्यं परमाणुरूपं, तदन्यदनित्यमवयवि च । तच्च त्रिधाशरीरेन्द्रियविषयभेदात् । शरीरमयोनिजमेव, तच्च सूर्यलोकादौ प्रसिद्धम् ॥४१॥ (મુ) નૈમિત્તિક દ્રવત્વ સુવર્ણાદિરૂપ તેજસ્ દ્રવ્યમાં રહ્યું હોવાથી (નૈમિત્તિક દ્રવત્વવત્ત લક્ષણ અસંભવદોષગ્રસ્ત નથી.) “(પણ એ) નૈમિત્તિક દ્રવત્વવત્ત્વ અગ્નિ વગેરેમાં ન હોવાથી અવ્યાપ્ત છે અને ઘી વગેરે (લક્ષ્યતર) માં હોવાથી અતિવ્યાપ્ત છે” એમ કહેવું, કારણ કે અહીં પૃથ્વીમાં નહીં રહેલી અને નૈમિત્તિક દ્રવત્વવામાં રહેલી એવી જે દ્રવત્વસાક્ષાધ્યાપ્યજાતિ તદ્વત્ત્વની વિવેક્ષા છે. તેજસુ દ્રવ્યના નિત્ય વગેરે ભેદ પૂર્વવ = જળની જેમ જાણવા. તે આ રીતે - તેજસૂદ્રવ્ય બે પ્રકારનું છે. નિત્ય અને અનિત્ય. નિત્યપરમાણુરૂપ છે ને તભિન્ન અનિત્ય છે - તેમ જ અવયવી છે. અનિત્ય તેજસ દ્રવ્ય શરીર-ઇન્દ્રિય અને વિષયભેદે ૩ પ્રકારનું છે. તૈજસીય શરીર અયોનિજ જ હોય છે ને એ સૂર્યલોક વગેરેમાં પ્રસિદ્ધ છે. ૪૧ (का.) इन्द्रियं नयनं वह्निः स्वर्णादिर्विषयो मतः । (मु.) अत्र यो विशेषस्तमाह - इन्द्रियमिति । ननु चक्षुषस्तैजसत्वे किं मानमिति चेत् ? चक्षुः तैजसं, परकीयस्पर्शाद्यव्यञ्जकत्वे सति परकीयरूपव्यञ्जकत्वात्, प्रदीपवत् । प्रदीपस्य स्वीयस्पर्शव्यञ्जकत्वादत्र दृष्टान्तेऽव्याप्तिवारणाय प्रथमं परकीयेति । घटादेः स्वीयरूपव्यञ्जकत्वाद् व्यभिचारवारणाय द्वितीयं परकीयेति । 'अथवा प्रभाया दृष्टान्तत्वसम्भवादाद्यं परकीयेति न देयम् । चक्षुःसन्निकर्षे व्यभिचारवारणाय द्रव्यत्वं देयम् । | (ચક્ષુમાં તેજસ્વસિદ્ધિ). (ક.) તેજસ્ દ્રવ્યની ઇન્દ્રિય નયન છે અને વિષય તરીકે અગ્નિ-સુવર્ણાદિ મનાયા છે. (મુ) તેજસ્ દ્રવ્યમાં જે વિશેષતા છે તે જણાવે છે-ચક્ષુ ઇન્દ્રિય તૈજસ છે. શંકા - ચક્ષુ તૈજસ હોવામાં શું પ્રમાણ છે ?
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy