SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 164 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી શંકા - જો એમાં સાંસિદ્ધિકદ્રવત્વ ઊભું છે તો કઠિનતા શી રીતે જણાય? સમાઘાન - ઉપભોક્તા પુરુષના અદષ્ટવિશેષથી દ્રવત્વ પ્રતિરોધ પામે. અર્થાત્ પ્રત્યક્ષ થતું અટકી જાય છે. એનું પ્રત્યક્ષ નથી થતું એટલે કઠિનતાનો ભ્રમ થાય છે. (का.) उष्णः स्पर्शस्तेजसस्तु स्याद्रूपं शुक्लभास्वरम् । नैमित्तिकं द्रवत्वं तु नित्यतादि च पूर्ववत् ॥४१॥ (मु.) तेजो निरूपयति - उष्ण इति । उष्णत्वं स्पर्शनिष्ठो जातिविशेषः प्रत्यक्षसिद्धः । इत्थं च जन्योष्णस्पर्शसमवायिकारणतावच्छेदकं तेजस्त्वं जातिविशेषः, तस्य परमाणुवृत्तित्वं जलत्वस्येवानुसन्धेयम् । न चोष्णस्पर्शवत्त्वं चन्द्रकिरणादावव्याप्तमिति वाच्यम्, तत्राप्युष्णस्पर्शस्य सत्त्वात्, किन्तु तदन्तःपातिजलस्पर्शेनाभिभवादग्रहः । एवं रत्नकिरणादौ च पार्थिवस्पर्शेनाभिभवात्, चक्षुरादौ चानुद्भूतत्वादग्रहः । (તેજોનિરૂપણ) (ક.) તેજસ્ દ્રવ્યમાં ઉષ્ણસ્પર્શ, ભાસ્વરશુરૂપ અને નૈમિત્તિક દ્રવત્વ જાણવા. નિત્યતા વગેરે પૂર્વવત્ જાણવા. (મુ) ૪૧મી કારિકામાં તેજસ્ દ્રવ્યનું નિરૂપણ કરે છે - ઉષ્ણત્વ એ સ્પર્શમાં રહેલ પ્રત્યક્ષસિદ્ધ જાતિવિશેષ છે. એટલે જન્ય-ઉષ્ણસ્પર્શની સમાયિકારણતાના અવચ્છેદક તરીકે (જન્યતેજસ્વની સિદ્ધિ, નેતવિચ્છિન્નની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે) તેજસ્વ નામની જાતિવિશેષની સિદ્ધિ થાય છે. એ જાતિ પરમાણુમાં પણ રહી છે એ વાત જલત્વની જેમ જાણી લેવી. ઉણસ્પર્શવન્ત આવું તેજસ્ દ્રવ્યનું લક્ષણ જે જણાવ્યું છે તે ચન્દ્રકરણાદિમાં અવ્યાપ્ત છે” એમ ન કહેવું, કારણ કે તેમાં પણ ઉષ્ણસ્પર્શ રહ્યો તો હોય જ છે, પણ એ ચન્દ્રકિરણાદિમાં અંતઃપાતી જળના શીતસ્પર્શથી અભિભવ પામ્યો હોવાથી જણાતો નથી. એમરત્નકિરણાદિમાં પાર્થિવસ્પર્શથી અભિભવ પામ્યો હોવાના કારણેને ચક્ષ વગેરેમાં અનુભૂત હોવાના કારણે ઉષ્ણસ્પર્શનું પ્રત્યક્ષ થતું નથી. (मु.) रूपमित्यादि । वैश्वानरे मरकतकिरणादौ च पार्थिवरूपेणाभिभवात् शुक्लरूपाग्रहः । अथ तद्रूपाग्रहे धर्मिणोऽपि चाक्षुषत्वं न स्यादिति चेत् ? न, अन्यदीयरूपेणैव धर्मिणो ग्रहसम्भवात् शङ्खस्येव पित्तपीतिम्ना । वह्नस्तु शुक्लं रूपं नाभिभूतं, किन्तु तदीयं शुक्लत्वमभिभूतमित्यन्ये । (મુ.) અગ્નિમાં તેમ જ મરકતમણિના કિરણ વગેરેમાં પાર્થિવરૂપથી અભિભવ થયો હોવાના કારણે શુક્લરૂપનું પ્રત્યક્ષ થતું નથી. “શુક્લરૂપનું પ્રત્યક્ષ નહીં હોય તો ઘર્મીનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ નહીંથા” એવી જો શંકા હોય તો એ બરાબર નથી, કારણ કે અન્યના રૂપથી પણ ધર્મનું પ્રત્યક્ષ સંભવે છે, જેમકે પિત્તના પીળારૂપથી શંખનું પ્રત્યક્ષ થાય છે. “અગ્નિનું શુક્લરૂપ અભિભૂત નથી થતું પણ તે શુક્લરૂપમાં રહેલ શુક્લત્વ અભિભૂત થઈ જાય છે એમ અન્ય વિદ્વાનો કહે છે. (વિ.) તેજસ્ દ્રવ્યનું ભાસ્વરશુરૂપ કહ્યું છે પણ એમાં લક્ષણ તરીકે “ભાસ્વરૂપવત્ત્વ' જ જાણવું, “શુક્લ પદ નિરર્થક હોવાથી જરૂર નથી. ભાસ્વરત્વ એ શુક્લત્વવ્યાપ્યજાતિવિશેષ છે. (૧) શંકા - રૂપ ન દેખાતું હોય ને રૂપવાન્ દ્રવ્ય દેખાતું હોય એ સંભવતું નથી. ઘડાની સાથે ઘડાનું રૂપ પણ દેખાય જ.. “ઘડાનું લાલ-કાળું કોઈ રૂપ દેખાતું નથી ને છતાં ઘડો દેખાય છે. આવું બની શકે નહીં. એટલે જો * બળવાનું સજાતીય પદાર્થનો સંબંધ થવો કે એ સંબંધ થવાના કારણે ગ્રહણ ન થવું એ “અભિભવ' શબ્દનો અર્થ છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy